“જીવી લે ને તું જિંદગી……”
જીવી લે ને તું આ પળમાં, જિંદગીનો પરપોટો ક્યારે ફૂટી જશે એની ખબર નથી.
વહેતાં સમયનાં દરિયામાં એકાદ ડૂબકીતો મારી જો….
શ્વાસથી જ ધબકે છે માત્ર હૃદય
જીવવા માટે સંવેદનાંઓનું ઝરણું ભરી તો જો.
‘જીવવું’ અને ‘જીવી લેવું’ પાતળી ભેદરેખા છે આ બંને વચ્ચે.
સમયનાં પ્રાસ સાથે શ્વાસનો પ્રાસ મેળવી તો જો.
પરપોટા જેવી જિંદગીમાં પતંગિયા જેવાં સ્મરણો ભરી તો જો.
બધો જ ભાર વહી જશે પળભરમાં આંખોમાં થોડું પાણી ભરી તો જો..
ક્ષણોનો સરવાળો થયો અને સમયનો દરિયો ભરાયો.
સરકતી જતી ક્ષણને હૃદયમાં ભરી તો જો.
અનંતનાં છેડેથી જિંદગીની બારીમાં ડોકિયું કરી તો જો.
મળેલી જિંદગીની આંખોમાં એકાદ ડૂબકી મારી તો જો…
by dr. Priyanka gorasiya
Swara clinic
Sanand
