જે સારૂ છે તે કરવા દરેક સમય સારોજ હોય છે.
” જે સારું છે એ કરવા દરેક સમય સારો જ હોય છે”. જીવનમાં તમે બે બાબતોને ક્યારેય નકારી શકતા નથી જન્મ અને મરણ. આ બંને પર તમારો કાબુ નથી પણ આ બે વચ્ચે કઈ રીતે જીવવું એ તો તમારા હાથમાં છે. અમે અમારા વર્કશોપમાં સમજાવતા હોઈએ છીએ આપણું લાઈફ બી to ડી Birth to Death વચ્ચે છે.. હા. જન્મ અને મરણ આપણા હાથમાં નથી પરંતુ આ બંને વચ્ચે કેવી રીતે જીવવું એ તો જરૂર આપણા હાથમાં છે. જીવનનું સૌથી મોટું સત્ય છે કે તમે દરેક સેકન્ડે મૃત્યુની નજીક જઈ રહ્યા છો. મૃત્યુ ક્યારેય પણ બે પાંચ દસ 25 કે 50 વર્ષ પછી પણ આવી શકે. તમે તેને નકારી શકતા નથી તમે એ પણ જાણતા નથી કે તમે આવતીકાલે સવારે ઉઠશો કે નહીં. આ વાંચીને તમને લાગશે કે હું કેમ નકારાત્મક વાતો કરવા લાગ્યો. તમને નથી લાગતું કે આ કોઈ નકારાત્મક વાત નથી હકીકતમાં મૃત્યુ એ જીવનની સૌથી પ્રેરણાદાયક હકીકતમાની એક છે. ⁰ મને મને ખાતરી છે કે હવે તમને ખ્યાલ આવ્યો હશે કે તમે આ સમય ક્યારેય પાછો મેળવી શકવાના નથી, અને સમય એ એકમાત્ર એવી વસ્તુ છે જે તમે ક્યારેય ખરીદી શકતા નથી, તમે હવે તમારી પાસે જીવનનો જે કોઈ સમયગાળો બચ્યો છે તેનું જ ઉપયોગ કરી શકવાના છો, તમે અત્યારે જે વાંચી રહ્યા છો ત્યાં સુધીમાં આ ક્ષણ વીતી ગઈ છે મારે તમને પૂછવું જોઈએ કે જો આજનો દિવસ તમારા જીવનનો છેલ્લો દિવસ હોય તો તમે તેને કઈ રીતે જીવશો ? શું તમને લાગે છે કે જો આ તમારો આખરી દિવસ હોય તો તમે ઉત્સાહ ગુમાવી દેશો? આપણે ત્યારે ઉત્સાહ ગુમાવીએ છીએ જ્યારે આપણને ખબર હોય છે કે આપણી પાસે હજુ આવતીકાલ છે. આપણે વિચારીએ છીએ કે હું કાલે કરીશ. ભાઈ મને સમજાતું નથી કે આપણે કઈ રીતે ધારી લઈએ છીએ કે આપણે લાંબુ જીવવાના છીએ અને આપણા આજના કામો કાલ ઉપર મુલતવી રાખીએ છીએ. આજ કારણ છે આપણે આપણું સો ટકા આપી શકતા નથી. તમારી પાસે જે સમય છે તેનું સન્માન કરો. નિષ્ફળતાની પરવા કર્યા વિના તમે જે ઈચ્છો છો એ કરી સમયનો ઉપયોગ કરો. દરેક શક્તિને જેને તમે બહાર શોધો છો એ તમારી ભીતર છે માટે હવે આનંદ કરવો હકારાત્મક વિચારો આશાવાદી બનવું તમારી સફળતાઓનું વિઝયુલાઈઝેશન કરો. એ બધું જ કરો જે તમને ખુશ રાખે!કારણ કે જ્યારે તમે વિલંબ કરવાનું બંધ કરી તમે જે કંઈ ઈચ્છો છો તેને પુષ્કળ પ્રમાણમાં માંગો છો તો એનો મતલબ એ છે કે તમે આ જ ક્ષણે એક બહેતર ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છો તમે તમારા જીવનના નિર્માતા છો તમે જેવા છો એવા જ સરસ છો ક્યારેય એના વિશે શંકા ન કરો.. ભગવાન મહાદેવ હંમેશા તમારી સાથે જ રહે એ જ શુભેચ્છા….
