ગ્રાહક બજાર નો રાજા-સફળતા ની કથા
આગળ ના પ્રકરણ માં આપણે જોયું કે ગ્રાહક ના પ્રકાર કેટલા હોય,કઈ રીતે વર્ક કરી ને ગ્રાહક ને કાયમી ગ્રાહક બનાવી શકાય અને નવા ગ્રાહક જુના ગ્રાહક દ્વારા કઈ રીતે આવે હવે એ જ ટોપિક માં થોડું આગળ જોઈએ.
એક વાત તો ક્લિયર છે કે જો તમે વર્તમાન ગ્રાહક ની પરવા કરશો તો એ તમારા future ગ્રાહક ની પરવા કરશે, આ વાત base camp ના સીઇઓ જેસોન ફ્રાયડ કરી હતી અને એ એકદમ સાચું પણ છે, માટે કાયમ એ રીત થી વર્ક કરો કે ગ્રાહકો તમારી કંપની સાથે લાંબા સમય સુધી જોડાયેલ રહે.અને માર્કેટિંગ DEPARTMENT,CUSTOMER CARE DEPARTMENT ખુબ મજ્બુત રાખો.દરમહિને અમુક ટાર્ગેટ રાખો કે અમુક નવા ગ્રાહક ADD થવા જોઈએ. ધારો કે આ મહિને તમારા જોડે 100 ગ્રાહક છે તો ટ્રાય કરો કે બીજા મહિને એમાં ૨૦ નવા ADD થાય.પણ નવા ગ્રાહક ADD કરતાં પેહલા FOCUS તો જુના ગ્રાહક ઉપર રાખવાનું જ કે નવા એડ કરવા માં જુના ઓછા ના થતાં જાય
અને જો કદાચ તમારા કાયમી ગ્રાહક બવ જ ઓછા હોય તો તમે એના માટે પેહલા પ્રોપર RESERCH કરો કે કસ્ટમર કેમ કાયમી નથી જોડાયેલ રહેતા તમારા જોડે.
CUSTOMER તમારા જોડે કાયમી કેમ નથી રહેતા એના ઘણા કારણ હોઇ શકે જેમ કે
- તમારા પ્રોડક્ટ ની કિંમત વધારે લાગતી હોય ગ્રાહક ને
- પ્રોપર AFTER SALES SERVICE ના મળતી હોય
- CUSTOMER ની જે જરૂરિયાત હોય એ તમે પુર્ણ કરવામાં અસમર્થ રહેતા હોવ. વગેરે વગેરે….
પ્રોપર RESERCH કરી ને ગ્રાહક ના ટકવાનું કારણ શોધવું ખુબ જરૂરી છે.જ્યારે પણ તમને લાગે કે ધીમે ધીમે જુના ગ્રાહક તમારી PRODUCT ઓછી લે છે કે નથી લેતા તો એને SERIOUS લો.અને ટ્રાય કરો કે પ્રોપર REASON મળે કે એ ગ્રાહક હવે કેમ આપણી પ્રોડક્ટ માં રસ નથી ધરાવતો.
ધારો કે તમારો વ્યવસાય VEHICLE TYRE અને TUBES નો છે તો એમાં GENERALLY WINTER માં કમાણી ઓછી હોય અને પ્રોડક્ટ ઓછી સેલ થાય તો ત્યારે જુના ગ્રાહક ઓછી ખરીદી કરે તો સમજી શકાય, પણ આ વ્યવસાય માં SUMMER માં FULL તેજી હોય અને તો પણ જુના ગ્રાહક ઓછી જ ખરીદી કરે કે કદાચ ખરીદી જ ના કરે તો એ SERIOUS વાત ગણાય એ માટે તમે તરત ACTION લઈ ગ્રાહક ને શું પ્રોબ્લેમ થઈ છે એ જાણવાની ટ્રાય કરો એમાં ઢીલાશ ના રાખશો કારણ કે જો એ બીજા પાસે થી ખરીદી કરવા લાગશે તો એ પછી તમને કાયમ OPTION માં જ રાખશે.જયારે ક્યાય નહીં મળે પ્રોડક્ટ ત્યારે જ તમારા પાસે થી લેશે.
આ માટે તમે તમારા કાયમી ગ્રાહક ની પ્રોપર સૂચિ રાખો અને ગણતરી રાખો કે પેહલા કસ્ટમર કેટલી ખરીદી કરતો હતો અને હવે કેટલી કરે છે અને જેવું કઈ ખરીદી માં ઘટાડા જેવું લાગે તો વ્યાપારી બની ને નહીં પણ મિત્ર બની ને એમને ફોન કરો અને જાણો કે એમને તમારી પ્રોડક્ટ થી કે SERVICE થી કે શેના થી પ્રોબ્લેમ થઈ રહી છે અને એ જાણી અને તાત્કાલિક એનું નિવારણ કરવાની કોશિશ કરો.
