સાણંદ શહેર અને તાલુકામાં વરસાદી ઝાપટા

કમોસમી વરસાદની આગાહી વચ્ચે છેલ્લા એક અઠવાડિયાથી સમગ્ર સાણંદ પંથકમાં ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા વળી છેલ્લા બે દિવસથી ભારે બફારાના કારણે લોકો અકળાય ઊઠ્યા હતા. રવિવારે દિવસ પર વાદળછાયુ વાતાવરણ વચ્ચે ભારે બફારો રહેતા આઠ કલાક બાદ એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો સાણંદ શહેરની સાથે સાથે તાલુકાના મટોડા,સરી, ગીબપુરા, નિધરાડ માધવનગરમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.

Social