અમરાઇવાડીમાં બે યુવતીઓના ઝઘડામાં વચ્ચે પડેલ યુવકને ત્રણ શખ્સોએ ફટકારી પથ્થરોથી હુમલો કર્યો

અમરાઇવાડીમાં બે છોકરીઓ બગીચામાં હિંચકામાં બેસવા બાબતે ઝઘડતી હતી. જેથી યુવક વચ્ચે પડીને છોડાવતો હતો. આ દરમ્યાન ત્રણ શખ્સોએ આવીને તુ કેમ છોકરીઓના ઝઘડામાં વચ્ચે પડે છે કહીને માર માર્યો હતો. અને નીચે બેસાડીને યુવક પર પથ્થરો ફેંકીને લોહિલુહાણ કર્યો હતો. આ અંગે યુવકે ત્રણેય શખ્સો સામે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

અમરાઇવાડીમાં રહેતા પ્રભાતભાઇ શર્મા ગારમેન્ટના કારખાનામાં નોકરી કરે છે. ગત 8 જૂને રાત્રીના સમયે તેઓ માતા અને પાડોશી પરિવાર સાથે જનતાનગરમાં આવેલ બગીચામાં બેસવા ગયા હતા. ત્યારે બગીચામાં હિંચકામાં બેસવા બાબતે પાડોશી હિનાબેનના પુત્રી અન્ય યુવતી સાથે ઝઘડો કરતી હતી. જેથી પ્રભાતભાઇ છોડાવવા વચ્ચે પડ્યા હતા. આ દરમ્યાન વીર, હાર્દિક અને રાહુલના નામના શખ્સો ત્યાં આવ્યા હતા અને છોકરીઓના ઝઘડામાં તુ કેમ વચ્ચે પડે છે કહીને બિભત્સ ગાળો બોલીને માર મારવા લાગ્યા હતા. તેમજ નીચે બેસાડી ત્રણેય શખ્સો પથ્થરો મારવા લાગ્યા હતા. જેથી પ્રભાતને લોહિલુહાણ થતા પરિવારજનોએ તેને છોડાવ્યો હતો. અને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. તેમ છતા ત્રણેય શખ્સો હોસ્પિટલમાં પહોચીને યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી ગયા હતા. આ અંગે યુવકે ત્રણેય શખ્સો સામે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

Social