ચાંદખેડામાં AC ચોરનાર બે શખસને પોલીસે પકડ્યા

ચાંદખેડાના એક ગોડાઉનમાંથી 9 AC ચોરી જનાર બે યુવકોને ચાંદખેડા પોલસે ઝડપી લઇ તમામ AC કબજે લીધા છે. આ યુવકો ઉનાળામા ACની માગ હોવાથી ચોરીને વેચવાની ફિરાકમાં હતા ત્યારે પોલીસે તેમને ઝડપી લીધા છે. ચાંદખેડાના PSI વી.જી.ડાભીની ટીમ પેટ્રોલીંગમાં હતી, ત્યારે તેમને બાતમી મળી હતી કે, સ્થાનિક વિસ્તારનો એક યુવક કે જેણે ACની ચોરી કરી છે તે ફરી રહ્યો છે અને તેણે ચોરીના AC ચાંદખેડા વિસત માતાના વાસ ખાતે મુક્યા છે. પોલીસે તરત જ તેને ઝડપી લીધો હતો અને પૂછપરછ કરતાં તેનું નામ રોહિત રમેશભાઇ પરમાર હોવાનું જાણી શકાયું હતું અને તેના ઘરે તપાસ કરતાં પોલીસે 4 AC મળી આવ્યા હતા. પૂછપરછમાં તેણે એવી કબૂલાત કરી હતી. કે બાકીના 5 AC તેના મિત્ર સુધીર અમૃતલાલ રાઠોડ નિકોલના ઘરે મુકેલા છે.

જેને પગલે પોલીસે સુધીરના ઘરેથી 5 એસી કબજે લીધા અને તેને પણ ઝડપી લીધો હતો. તેમની પૂછપરછમાં એવી વિગતો સામે આવી હતી કે તેમણે ઉનાળામાં ACની માગ વધારે હોય છે. માટે તેમણે ચાંદખેડા નિગમનગર ખાતા ગોડાઉનમાંથી AC ચોરી લીધા હતા અને વેચવાની ફિરાકમાં ફરતા હતા.
ત્યારે જ પોલીસે તેમને ઝડપી લીધા હતા.

Social