અમદાવાદમા અભયમ ટીમે ફરી એક વાર મહિલાઓની સમસ્યાઓનું નિરાકરણ લાવ્યું

શહેરના પશ્વિમ વિસ્તારમાં 16 વર્ષીય સગીરા તેની માતા સાથે રહે છે, માતા નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવી છે. જ્યારે સગીરા ઘરનું કામકાજ કરે છે. માતા નોકરી પર સાંજના સમયે પરત ઘરે આવી ત્યારે સગીરાએ એક નવજાત બાળકને જન્મ આપ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. જેથી માતાએ તાત્કાલિક સગીરાને હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં સારવાર દરમિયાન તેની પૂછપરછ કરી પરંતુ સગીરા કંઈ બોલવા તૈયાર ન હતી. જેથી માતાએ 181ની મદદ માંગી હતી. અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચી સગીરાની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યુ હતુ કે, પાડોશમાં રહેતા યુવક સાથે સગીરાને દોઢ વર્ષ પહેલા પ્રેમ સંબંધ બંધાયો હતો. જેથી માતા જ્યારે નોકરી પર જતી હતી ત્યારે પ્રેમી ઘરે આવતો અને શારિરીક સંબંધ બાંધતા હતા. જેના કારણે સગીરા ગર્ભવતી બની હતી. જેથી માતા તેને બોલશે અને ઘરમાંથી કાઢી મુકશે તે બીકના કારણે તેણે ગર્ભવતી હોવાનું છુપાવ્યુ હતુ. ત્યારબાદ તે ઘરે હાજર હતી ત્યારે અચાનક જ દુખાવો શરૂ થયો હતો અને એક બાળકને જન્મ આપ્યો હોવાનું જણાવ્યું હતુ. આ સાંભળીને અભયમની ટીમે સગીરાનું કાઉન્સેલીંગ કર્યુ હતુ. તો બીજી બાજુ માતાને કાયદાકીય માહિતી આપી પાડોશી યુવક સામે પોલીસ ફરિયાદ કરવાની પણ માહિતી આપી હતી. જેથી માતાને પોલીસ ફરિયાદ કરવી હોવાથી તેમને સ્થાનિક પોલીસ સ્ટેશન મોકલી આપ્યા હતા.

ઘરેલુ ઝઘડાના કારણે માતા પાસેથી દોઢ મહિનાનું બાળક છીનવી લેતા અભયમ ટીમ મદદે આવી 

અભયમ ટીમને પીડિતા સાથે વાતચીત કરતા તેમને જણાવેલ કે અમારા લવ મેરેજ છે અને પતિ અવારનવાર મારી સાથે કામકાજમાં ભૂલો કાઢી ઝઘડો કરે .મેં મારાં પતિને મારું દોઢ મહિનાનું બાળક લઈને પિયરમાં જવા જણાવ્યું. જેથી મારાં પતિએ મારું દોઢ મહિનાનું બાળક મારી પાસેથી છીનવી લીધું.181 ટીમ દ્વારા પીડિતાના પતિનું અસરકારક કાઉન્સિલિંગ કરી તેમને કાયદાકીય માહિતી માર્ગદર્શન આપ્યું. તેમજ બાળક દોઢ માસનું નાનું હોવાથી તેને સ્તનપાન જરૂરી છે તેમ કહેતાં પીડિતાના પતિને તેમની ભૂલ સમજાઈ અને બાળક રાજીખુશીથી તેની માતાને સોંપ્યું હતું.

Social