3 ચેઇનસ્નેચર તેમના ગળામાંથી સવાલાખની કિંમતની સોનાનો દોરો તોડી ફરાર

અમદાવાદના સેટેલાઇટમાં રહેતા LICના આધેડ કર્મચારીના ગળામાં હાથ નાખી સવાલાખનો સોનાનો દોરો તોડી ગયા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર સેટેલાઈટ ઉમિયા વિજયની ગલીમાાં આવેલા જૈન શાસન વિભાગ-2માં રહેતા 50 વર્ષીય સુશીલ ધીરેન્દ્રભાઇ શ્રીવાસ્તવ રિલિફ રોડ ખાતેની LIC ઓફિસમાં કામ કરે છે. તેઓ ગત 21મી મે 2024ના રોજ રાત્રે જમી પરવારીને સાડા દસેક વાગ્યાના સુમારે ચાલવા નિકળ્યા હતા.

ત્યારે તેમના ઘર નજીક એક બાઇક પર આવેલા 3 ચેઇનસ્નેચર તેમના ગળામાંથી સવાલાખની કિંમતની સોનાનો દોરો તોડી ગયા હતા. જે અંગે તેમણે સેલેલાઇટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Social