સાણંદમાં સ્થાનિક લોકો માટે સ્થાનિક બ્લડબેંક ખાતે રક્તદાન શિબિર યોજાશે : વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે અનોખો કાર્યક્રમ

સાણંદ ખાતે આગામી ૧૪ જૂનને શુક્રવાર વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.સાણંદ ઘોડાગાડી સ્ટેન્ડ ખાતે આવેલ દિવ્ય જીવન બ્લડ બેન્ક કે જે છેલ્લા સવા વર્ષમાં સાણંદના જરૂરિયાત મંદ દર્દીઓને ૩૫૦૦ થી વધુ યુનિટ બ્લડ પૂરું પાડી ચુકી છે ત્યારે આ બ્લડબેંકને સપોર્ટ કરવા આ કેમ્પનું આયોજન સાણંદ સાધના ફાઉન્ડેશન , ત્રિવેદી ટેક્ષ કન્સલ્ટન્સી ,મનોહર ટાઈમ્સ , ઉપવેદ ક્લાસીસ અને મીરાણી મેનેજમેન્ટ સહયોગી સંસ્થાઓ તરીકે સેવાઓ આપશે.સાણંદના સ્થાનિક લોકોને આ રક્તદાન શિબિરમાં વધુમાં વધુ જોડાઈને સ્થાનિક બ્લડબેન્કને સપોર્ટ કરવા આહવાન કરાયું છે.

Social