પતિએ ઝઘડો કરી સ્યુસાઇડ કરવાની ધમકી આપતા અભયમની મદદ લેવાઇ

અમદાવાદમાંથી એક પીડીત મહિલાએ 181ને કૉલ કરી જણાવ્યું કે તેઓના પતિ ઝઘડો કરી સ્યુસાઇડ કરવાની ધમકી આપી જતા રહ્યા છે.
જેથી 181 ટીમને સ્થળ પર પહોંચી પીડિત મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે તેઓના પ્રેમ લગ્નના ત્રણ વર્ષ થયા હતા . ત્યારે ફરિયાદી ને પૈસાની જરૂર હોવાથી તેણે પતિને કહ્યા વગર પતિના મિત્ર પાસેથી 6 હજાર લીધા હતા. આ વાતની થોડા સમય બાદ પતિને જાણ થઈ હતી. જેથી પતિએ ફરિયાદીને પૂછતાં તેણે સમગ્ર હકીકત જણાવી હતી. તેમ છતાં પતિને વિશ્વાસ આવ્યો નહીં . જોકે પતિને આ વાત અન્ય શખ્સ દ્વારા જાણવા મળતા તે ઝઘડો કરવા અને પોતાને નુકસાન પહોંચાડવા લાગ્યો હતો.

181 ટીમે બંને પક્ષનું લાંબા સમય સુધી કાઉન્સિલ કર્યા બાદ બંને પાસેથી રાજી ખુશીથી એક સાથે શાંતિથી રહીશું અને પોતાને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડશે નહીં તેવું લખાણ લીધું હતું. આમ બંને પક્ષે સમાધાન થતા ફરિયાદી અને તેના પતિએ 181 ટીમનોં આભાર માન્યો હતો.

Social