કર્મચારીઓ સાથે ઉચિત વ્યવહાર

આજ ના આર્ટીકલ માં આપણે કર્મચારી સાથે કેવી રીતે વ્યવહાર કરવો,કઈ રીતે એમને રાખવા કે એ કંપની ની asset બને liability નહીં.તમારે માર્કેટ માં જીત મેળવવી હશે તો એના પેહલા વર્કપ્લેસ માં જીત મેળવવી પડશે.વર્કપ્લેસ માં જીત નહીં મેળવી શકો તો તમારા એકલા હાથે માર્કેટ માં જીત મેળવવી અઘરી થઈ પડશે.

તમે જ્યારે કોઈ વ્યવસાય શરૂ કરો છો ત્યારે નવા નવા આઇડિયા અને મુડી ની સાથે સાથે વિશ્વાસુ,મેહનતું અને સક્ષમ કર્મચારીઓ ની પણ જરૂરિયાત પડે છે.બસ કર્મચારીઓ ઉપર થી પણ અંદાજ લગાવી શકાય કે આપનો વ્યવસાય કેટલી ઊંચાઇ ઉપર જશે.

જો તમારે તમારા વ્યવસાય ને ટોચ ઉપર લઈ જવા માંગતા હોવ તો તમારે પણ તમારા કર્મચારીઓ સાથે ના સબંધો મજબૂત બનાવા જ પડે. કર્મચારીઓ સાથે ના મજબૂત સબંધો તેમને કંપની તરફ વધુ વફાદાર બનાવે છે અને એ લગન થી કામ કરશે. ગ્રાહક ભગવાન છે એ વાત ને માનીએ છીએ તો એ ભગવાન ને હેન્ડલ કરતાં આપણાં કર્મચારીઓ ને આપણે ના ભુલવા જોઈએ.આ ભુલ આપણાં વ્યવસાય ને ગંભીર અસર કરી શકે છે.

કર્મચારી એક એવી વ્યક્તિ છે કે જે તમારા વ્યવસાય ને આગળ લાવવામાં માં મદદ કરે છે.તમે તમારા કર્મચારીઓ ને આર્થિક વળતર આપો જ છો પણ એ આપી ને એમ ના સમજો કે એ તમારું બધું જ કેવું માને બોસ બનો પણ દરવખત નહીં. કર્મચારીઓ ને એમ ફીલ ના કરવો કે એ તમારા ત્યાં કામ કરે છે તો તમારા નોકર છે પણ એમ રાખો કે જાણે એ તમારા કોઈ family મેમ્બર હોય તો એની કામ કરવાની ધગશ ,તમારી કંપની માટે ની વફાદારી વધી જશે અને એ તમારી કંપની ને પોતાની માની ને કામ કરશે.આજ ના જમાના માં honest,brilliant,committed કર્મચારીઓ મળવા બવ મુશ્કેલ છે,અને એના થી પણ મુશ્કેલ એમને ટકાવી રાખવા એ છે, માટે જો તમે એમની વેલ્યુ કરશો ,એમને સાચવશો તો એ તમારી સાથે emotionally attach થશે અને લાંબા time સુધી તમારા સાથે જોડાઈ રહશે.

બીજું એ કે કર્મચારીઓ ને જાળવી રાખવા અમુક બાબતો ધ્યાન માં રાખવી જોઈએ,જેમ કે Favourite game ના રમો ક્યારેય કર્મચારીઓ માં ભેદભાવ ના રાખશો બધા ને સરખું મહત્વ આપો, કર્મચારીઓ ને એમની ભુલ બદલ બધા સામે ના બોલો,એનાથી એને અપમાન જેવુ લાગશે,એમને શાંતિ થી એકલા માં સમજાવો.,ક્યારે એમના ઇગો કે રિસ્પેક્ટ ને ઠેશ ના લગાવો.

કોઈ પણ કામ આપો તો એ રીતે આપો કે તમને એમના ઉપર વિશ્વાસ છે કે એ કામ એ જ કરી શકશે એના સિવાય કોઈ નઇ કરી શકે,.એના થી કર્મચારીઓ ને એમ ફીલ થશે કે તમારા માટે એ જરૂરી છે

Social