बच्चोंके नन्हें हाथों को चाँद-सितारे छूने दो, चार किताबें पढ़कर वो भी हम जैसे हो जायेंगे – निंदा फाजली

આ દમદાર શેરને આપણા દેશની ઘણી બધી શાળાઓ સાર્થક કરી રહી છે. આ લખનાર કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત અને એશિયાની સર્વોત્તમ સ્કૂલોમાં જેની ગણના થાય છે તે શાળા એટલે ઋષિવૈલી સ્કૂલ જે આંધ્રપ્રદેશના ચિત્તર જિલ્લામાં પહાડો, નદીઓ, અને ઝરણાઓની વચ્ચે આવેલી છે. જયાં નાના બાળકોની સંવેદનાને ઝંકૃતિ કરી મૂકે એવી કેટલીક બાબતો ધ્યાનકર્ષિત કરે છે. દા.ત., ત્યાં શિક્ષકો તાજાં જન્મેલા ગલૂડિયાં/કુરકુરિયાંને બાળકોના હાથ પર મૂકે છે, એના નાજુક અને કોમળ સ્પર્શથી બાળકે રોમાંચિત થઇ જાય છે. બીજી તરફ શિશુઓના હાથમાં આવીને ગલૂડિયાને પણ મઝા પડી જાય છે. આવા Puppy અને અન્ય Cubs ના સ્પર્શની બાળકની સંવેદના વિકસિત અને સંવર્ધિત થાય છે. ત્યાંના શિક્ષકો બાળકોને વહેલી સવારે ખેતરો, મેદાનો અને જંગલો તરફ લઈ જાય છે જ્યાં બાળકો ઝાંકળ બિન્દુને ઘાસ પર અથવા ખેતરમાં ઉભા પાક પર જુએ છે અને એને સ્પર્શે છે જેથી બાળકમાં રહેલી સ્પર્શથી ક્ષમતા વિકસિત થાય છે અને તેના સ્પર્શથી બાળકને એક અદ્દભુત આનંદ અને રોમાંચની અનુભૂતિ થાય છે જે, બાળકો માટે વર્ણનાતીત છે. આ પ્રકારના કોમળ સ્પર્શથી બાળક સંવેદનશીલ બને છે. જે માનવતા કે ઈન્સાનીયતની પ્રથમ ઓળખ છે. સંવેદન શૂન્ય માણસને રોબોટ કહી શકાય. અને સ્કૂલો અને કોલેજો માંથી લગભગ યાંત્રિક માનવોજ બહાર પડે છે, જે કોઈ પણ વ્યવસાયમાં જાય પરંતુ શુષ્ક અને નીરસ જીવન જ જીવે છે. કારણ કે આજનું શિક્ષણ બાળકની સંવેદના સુધી પોહચી શકતો નથી. ગાંધીજીએ પોતાની નઈ તાલીમમાં ત્રણ H ને ખુબ જ મહત્વ આપ્યું છે. 1. Head, 2. Heart 3. Hand બાળકને જો આ ત્રણે H ની સમ્યક રીતે તાલીમ મળે તો તેનો સર્વાંગી વિકાસ થઇ શકે અને આવા બાળકો ભવિષ્યમાં ખુબ જ સંતુલિત જીવન જીવી શકે.
પરંતુ કમનસીબે આજે માત્ર Head ની તાલીમ જ આપ્ય છે. Hand ની તાલીમ આપીએ તો આજના વાલીઓ શાળાના સંચાલકો તરફ લાલ આંખ કરે છે કે આ શાળાતો બાળકોને મજૂરી કામ શીખવાડીને મજુર બનાવવા માંગે છે. આજે દરેક વાલી પોતાના બાળકને ડૉક્ટર, ઈન્જીનીયર જ બનાવવા માગે છે. ભલે પછી એ બાળક એક સંવેદનશીલ નાગરીક હોય કે ના હોય. જો બાળકમાં સંવેદનાઓ હશે તો જ તે સંવેદના અથવા અન્યના દુઃખને સમજી શકશે નહિંતર, સમાજના અન્ય લોકો પ્રતિ તે બેપરવા બની જશે. આજે આવા નાગરિકોની સંખ્યા આપણે માનીએ છીએ તેનાથી ઘણી વધારે છે.
સમાજ સાથે નિસબત ધરાવતા અન્યના દુઃખમાં સહભાગી થતાં લોકોની સંખ્યામાં હાલ ઝડપથી ઘટાડો થઇ રહ્યું છે. કારણ ? સ્પષ્ટ છે માતા-પિતાની બેફામ અને સ્વાર્થી અપેક્ષાઓ. આવી અપેક્ષાઓના કારણે આજે મહદ અંશે શાળા, કોલેજો હવે બાળકને સારા નાગરિક બનાવવાની માથાકૂટમાં પડતા જનથી આવી શાળાઓ નખ-શિખ પ્રોફેશનલ બની ગઈ છે, જ્યાં માત્ર બાળકને આજીવિકાની જ તાલીમ આપવામાં આવે છે. આવી શાળાઓ કેન્દ્રમાં S.S.S અને H.S.C ના પરિણામોને ધ્યાનમાં રાખીને જ શિક્ષણકાર્ય કરે છે. આવી શાળાઓ ક્યારેય વિધાર્થીઓને પ્રવાસ, પરિવહન, પર્વતારોહણ , જંગલભ્રમણ , પક્ષીદર્શન માટે પ્રોત્સાહિત નથી કરતી. આવી શાળાઓમાં ગળાકાપ હરીફાઈના દર્શન થાય છે. અને આ હરીફાઈ પરીક્ષામાં ગ્રેડ અથવા પર્સેન્ટ માટેની હોય છે. નહિં કે ખેલકૂદ, કાવ્યલેખન, અથવા ગીત સંગીતની આવી શાળાઓમાં માત્ર બાળકની યાદશક્તિ પણ વિસ્મરણ માં બદલાઈ જાય છે; એની કશું યાદ રહેતું નથી.
આજના શિક્ષણમાં જે ત્રીજી બાબત છે. Heart જેને કોઈ સ્થાન અપાયું નથી. જયારે નઈ તાલીમમાં આ વાત ઉપર જ ભાર મુકવામાં આવ્યું હતું કે The Heart of education is the education of heart. એટલે કે શિક્ષણનો હાર્દ તો હૃદયની કેળવણી છે. પરંતુ કમનસીબે આજની મોટાભાગની શાળાઓમાં Heart નું શિક્ષણ લાપતા છે. આજે માતા-પિતા, શાળાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બિલ્ડિંગ જોઈને જ રાજી થઇ જાય છે. અને તેમની ક્ષમતા કરતા પણ વધારે ‘ફી’ ભરીને બાળકને એડમીશન અપાવીને, પોતે ગૌરવ અનુભવે છે આવા વાલીઓ ક્યારેય જોતા નથી કે આવી હાઈફાઈ શાળાનું ભાવાવરણ કેવું છે ? વિધાર્થી, વિધાર્થી વચ્ચે, શિક્ષક અને વિધાર્થી વચ્ચે, આચાર્ય અને શિક્ષક વચ્ચે, આચાર્ય અને વિધાર્થી વચ્ચે કેવા સંબંધ છે ? એમા પ્રેમ, વાત્સલ્ય, ઉષ્મા, છે ? કે પછી યાંત્રિક સંબંધ છે ?
સાણંદની નીલકંઠ ઇન્ટનેશનલ સ્કૂલ જ્યારથી શરુ થઇ છે ત્યારથી જ કેટલીક આગવી વિશિષ્ટતાઓ ધરાવે છે. જેમાંની એક છે વેકેશન દરમ્યાન શિક્ષકો માટેની કાર્યશાલા (work shop for teachers) જયારે સરકારી શાળાના શિક્ષકો સમગ્ર વેકેશન દરમિયાન કોઈ હિલસ્ટેશન પર ફેમિલી સાથે મુકામ કરે છે ત્યારે આ શાળાના તમામ અધ્યાપકો અનિવાર્ય રીતે કાર્યશાળામાં જોડાય છે. અને નિષ્ણાતો અને તજજ્ઞ શિક્ષણ વિદોનું લાભ મેળવીને પોતાની જાતને અપડેટ કરે છે. જેથી નવી ઉર્જા સાથે નવી તાજગી અને જોશ તથા હોશ સાથે શિક્ષણ કાર્યકારી શકે; બાળકોના દિલસુધી પહોંચી શકે એટલું ધીરજ તેઓ આવી work shop માંથી પ્રાપ્ત કરીલે છે.
जिस्म की बात नहीं थी उनके
दिल तक जाना था,
लंबी दूरी तय करने में वक्त तो लगता है,
नये परिन्दों को उड़ने में वक्त तो लगता है
નીલકંઠ સ્કૂલની કાર્યશાલાના આજે અંતિમ દિવસે આ કોલમનો લેખક પણ સહભાગી થઇ આવ્યો. એક એવી શાળામાં જ્યાં બાળકના સર્વાન્ગીણ વિકાસ માટે શાળા મથે છે.

Social