વસ્ત્રાલના મહાદેવનગરના મેટ્રો સ્ટેશન પરથી 20 વર્ષના યુવાને કુદીને આત્મહત્યા કરી
અમદાવાદ વસ્ત્રાલના મહાદેવ નગર મેટ્રો રેલવે સ્ટેશન પરથી 20 વર્ષના યુવકે કૂદીને આત્મહત્યા કરી . અમરાઇ વાડી વિસ્તારમાં રહેતો આ યુવક સવારે મહાદેવ નગર મેટ્રો સ્ટેશન પાસે પહોંચ્યો હતો અને તેને ઉપરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. સમગ્ર બનાવની જાણ થતા પોલીસ સ્થળે પહોંચી હતી અને આ સમગ્ર મામલે અકસ્માતે મોત નોંધીને આગળની તપાસ હાથ ધરી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમરાઇવાડી આવેલી કાદરી વકીલની ચાલીમાં રહેતા 20 વર્ષના ધ્રુવ પરમારે સવારે મેટ્રો સ્ટેશન પરથી કૂદકો મારીને આત્મત્યા કરી લીધી હતી. મેટ્રો સ્ટેશન પર પહોંચ્યા બાદ ધ્રુવ પરમારે અંદાજે 40 ફૂટ ઊંચેથી કૂદકો માર્યો હતો. જેના કારણે તે નીચે પડતા તેને ગંભી રહ્યા થઈ હતી. આ બનાવની જાણ થતા 108 ઇમર્જન્સી સર્વિસ જાણ કરવામાં આવી હતી અને આસપાસના લોકો મદદ માટે પહોંચ્યા ત્યારે ધ્રુવનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થયા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો.જ્યારે આ વાતની જાણ થતા મૃતકના પરિવારજનો બનાવના સ્થળે પહોંચ્યા હતા અને ખૂબ જ કરુણ દ્રશ્યો સર્જાયા હતા.
