કલેક્ટરની હાજરીમાં સંકલન સમિતિની બેઠક મળી

લોકસભા ચૂંટણી બાદ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં ભાજપના ધારાસભ્યો અને કલેક્ટર હાજર રહ્યા હતા. ભાજપના ધારાસભ્યોએ અશાંતધારાને લઈને અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. અમદાવાદ શહેરમાં અશાંતધારાની અમલવારી યોગ્ય રીતે ના થતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. ધારાસભ્ય અમિત શાહ અને કૌશિક જૈને ખાનપુર, પાલડી, વાસણામાં અશાંતધારા અંગે પ્રશ્નો કર્યા હતા.અમિત શાહે જણાવ્યું હતું કે અગાઉ કરેલી રજૂઆત નિકાલ ન આવતા ફરીથી કરવી પડી હતી.

એલીસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે જણાવ્યું હતું કે, અમે અશાંત ધારા અંગે અસરકારક રજૂઆત કરી છે. અશાંત ધારો હોવા છતાં લોકો રહેવા આવી જાય તે વ્યાજબી નથી. તાજેતરમાં કાશ્મીરા સોસાયટીમાં વિવાદ થયો છે. આ ઉપરાંત કોંગ્રેસ ભવનની આજુબાજુમાં લોકો મકાન ખરીદીને રહેવા આવે છે. આ અંગે પોલીસ અને કોર્પોરેશનની જવાબદારી છે. અમે ધારાસભ્ય ડ્રોન સર્વે કરાવવા લાખો રૂપિયા બજેટ આપવા તૈયાર છીએ. સર્વે થાય તો ખબર પડે. મણીનગરમાં તળાવમાં પણ દબાણ થઈ રહ્યા છે જે કોર્પોરેશનમાં આપવા અમે રજૂઆત કરી છે.વધુમાં જણાવ્યું હતું કે, સરકારના તળાવો પણ કોર્પોરેશનને સોંપવા રજૂઆત કરી છે. અમે કલેક્ટરને કહ્યું કે કોની રાહ જોવાય છે, છાપરા થાય તેની રાહ જોવાય છે. અમે ખંભાતી કૂવા બનાવવા માંગ કરી છે જેનાથી પાણી ન ભરાય અને પાણીની સ્તર ઊંચું આવે. અબજો રૂપિયાની જમીનોમાં પણ કેસ ચાલે છે જેમાં અમે કહ્યું કે, આપણા વકીલ છે કે નહિ. જી.બી. શાહની પાછળ 1.55 લાખમાં છાપરા થઈ ગયા છે. અમે તળાવવાળી રજૂઆત વારંવાર કરી ચૂક્યા છે પરંતુ હજુ કેસ ચાલુ હોવાનું જ કહેવાય છે.

Social