અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી, આ વિસ્તારમાં પડશે ગાજવીજ સાથે મૂશળધાર વરસાદ
ગુજરાતમાં વિધિવત ચોમાસાનું પ્રારંભ થઇ ગયો છે, જેનાથી લોકોમાં હર્ષની લાગણી જોવા મળી છે. ગરમીમાંથી છૂટકારો મળ્યો છે.રાજ્યમાં વરસાદનું આગમન થયું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઇને મહત્વની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ વર્ષે સારા વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 17થી 22 જૂન સુધી રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. ભારે પવન અને ગાજવીજ સાથે મૂશળધાર વરસાદ પડવાની મોટી આગાહી કરી છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડશે , દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. તેમણે વધુ આગાહી કરતા જણાવ્યું હતું કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે. અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, લાઠી, બાબરા, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત પેટલાદ, કપડવંજ, મહેસાણા, ખંભાત, તારાપુર, દાહોદ, પંચમહાલમાં વરસાદની મોટી આગાહી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં પણ વરસાદની આગાહી છે. ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ આદ્રા નક્ષત્રમાં પડશે. આદ્રા નક્ષત્રમાં પાડનાર વરસાદ ખૂબ સારો ગણાય છે. રાજયમાં અગામી 48 કલાકમાં ચોમાસું સક્રિય થઈ જશે.21 થી 25 જુન રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 2 થી 4 ઇંચ વરસાદ પડવાની સંભાવના અંબાલાલ પટેલે કરી છે.
