RTO અને ટ્રાફિક પોલીસની સંયુકત ડ્રાઇવ યોજાશે

સ્કૂલની બહાર સ્કૂલ વાન અને સ્કૂલ રીક્ષા માટે RTO અને ટ્રાફિક પોલીસની સંયુકત ડ્રાઇવ યોજાશે પરંતુ, ડ્રાઇવ પહેલા જ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી છે. જોકે, હડતાળ હોવા છતાં RTO અને પોલીસની ડ્રાઇવ યથાવત જ રહેશે. સ્કૂલની બહાર આવતા રીક્ષા અને વાનનું ચેકીંગ કરવામાં આવશે. જેમાં ફિટનેસ સર્ટીફીકેટ, પાસીંગ અને પરવાનગી સહિતની વિગત ચકાસવામાં આવશે. નિયમોનું પાલન ન કરનાર વાહનચાલક સામે કાર્યવાહી કરવામાં આવશે.

13 જૂનથી રાજ્યભરમાં સ્કૂલ શરૂ થઈ છે પરંતુ, રજૂઆતને પગલે સ્કૂલ શરૂ ડ્રાઇવ મોકૂફ રાખવામાં આવી હતી. સ્કૂલ વાન અને રીક્ષા ચાલકોને 5 દિવસની મુદત આપવામાં આવી હતી. 18 જૂનથી ડ્રાઇવ યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ RTO અને ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે મળીને સ્કૂલની બહાર સરપ્રાઇઝ ડ્રાઇવ યોજાશે. આ ડ્રાઇવ દરમિયાન નિયમોનો ભંગ કરનાર સ્કૂલ વાન અને સ્કૂલ રીક્ષા સામે કાર્યવાહી કરવામાં આવશે. સ્કૂલ વર્ધીના વાહનોના ફાયર સેફ્ટી, પાસીંગ, ફિટનેસ સર્ટિફિકેટ સહિત ચેક કરવામાં આવશે.ડ્રાઇવની જાહેરાત થતાં જ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા આવતીકાલથી સ્કૂલ વાન અને રીક્ષા ન ચલાવવા જાહેરાત કરવામાં આવી છે. સરકાર પાસે 3 મહિનાની મુદત માંગવામાં આવી છે. મુદત ન મળે તો આવતીકાલથી હડતાલ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયન કારણે અનેક વાલીઓ અને વિદ્યાર્થીઓને અસર થશે. અગાઉ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા ભાવમાં પ્રતિ કિમી 100થી 200 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

Social