સ્કૂલ વાહનચાલકોની હડતાલના કારણે શહેરમાં સ્કૂલો બહાર ટ્રાફિકજામ
સ્કૂલોમાં વેકેશન ખૂલતાની સાથે જ વાલીઓ માટે મુશ્કેલી જોવા મળી રહી છે. કારણ કે ગુજરાતભરમાં સ્કૂલ વાહનના એસોસિયેશન દ્વારા હડતાલનો નિર્ણય લેવાયો છે. ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ વિભાગ દ્વારા પાસિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. જેના કારણે સ્કૂલ વાહન એસોસિયેશને આજે હડતાલ પર ઊતરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે નોકરિયાત વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. એક વાલીએ જણાવ્યું હતું કે, ખોટી રીતે હેરાન કરવામાં આવે છે.
શહેરમાં પણ મંગળવારથી સ્કૂલ વરધી એસોસિયેશન હડતાલ પર ઊતર્યું છે. જેના કારણે વાલીઓએ પોતાનાં બાળકોને જાતે સ્કૂલે મૂકવા આવવું પડ્યું હતું. જેના કારણે વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. સ્કૂલની બહાર ટ્રાફિકજામનાં દૃશ્યો અને વાલીઓનાં વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી. જ્યારે વરધી એસોસિયેશનનું કહેવું છે કે, અમે દિલગીર છીએ પરંતુ સરકારે અમને મુદત આપવી જોઈએ. એક વાલીએ જણાવ્યું હતું કે, સ્કૂલવાનમાં 7ને બદલે 14 બાળકો બેસાડાય છે. સ્કૂલ વાન અને રિક્ષામાં ફિટનેસ સર્ટિફિકેટ, પાસિંગ, બેસવાની ક્ષમતા અંગે RTO અને ટ્રાફિક દ્વારા સંયુક્ત ડ્રાઈવ યોજવાની હતી, જેને લઈને સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા મંગળવારથી અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરવામાં આવી હતી. હડતાળના પગલે વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલે મૂકવા આવવું પડ્યું હતું. નોકરી-ધંધે જતા વાલીઓએ પોતાનો સમય બગાડીને બાળકોને સ્કૂલે મૂકવા આવવું પડ્યું હતું. જેના કારણે વાલીઓ પણ મુશ્કેલીમાં મૂકાયા હતા. બીજીબાજુ વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, વાહનના ભાડામાં રૂપિયા 200નો વધારો પણ કરવામાં આવ્યો છે. ભાડામાં વધારો કરી વાલીઓ પર મોંઘવારીનો બોજ નાખ્યો છે. પોતાના બાળકોને સ્કૂલ મૂકવા-લેવા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
