વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો : બાળકી રમત રમતાં ચાવી ગળી ગઈ
અમદાવાદમાં એક ડોક્ટરે બેથી અઢી વર્ષની બાળકીના પેટમાં રહેલી ચાવી નિકાળી તેને નવ જીવન આપ્યું . આ કિસ્સો છે અમદાવાદના એક પરિવારનો…સોમવારે મોડી સાંજે એક દંપતિની બેથી અઢી વર્ષની બાળકી રમત રમતાં કોઇ વસ્તુ ગળી ગઇ હતી.
પરિવારને અણસાર આવતાં જ માતા પિતા બાળકીને લઇને બોપલની એક ખાનગી હોસ્પિટલ પહોચ્યાં હતા. જ્યાં બાળકીનો એક્સરે કરતાં તેના પેટમાં ચાવી હોવાની ખબર પડી હતી. જેને પગલે ડો ધવલે વધારે સારવાર માટે બાળકોના સ્પેશિયલ ડોકેટર આશય શાહનો સંપર્ક કર્યો હતો.ગેસ્ટ્રોએન્ટ્રોલોજી સ્પેશ્યાલિસ્ટ પીડીયાટ્રીક્સ ડો.આશય શાહે 20થી 30 મિનિટના સમયમાં એન્ડોસ્કોપીની મદદથી બાળકીના પેટમાં રહેલી ચાવી બહાર નીકાળી હતી. બાળકીના પેટમાં રહેલી ચાવી થોડી શાર્પ હોવાથી શરીરના અંદરના ભાગે કોઇ ઇજા ન થાય તે રીતે બહાર કાઢવાનો મોટો ટાસ્ક હતો. જોકે ડોક્ટર અને તેમની ટીમે રાત્રે અઢી વાગે બાળકીના પેટમાંથી ચાવી નિકાળી તેને નવજીવન આપ્યું હતું.
