ખીંચા ગામે નરાધમ પુત્રે પિતરાઈ ભાઈ સાથે મળી વહેમ રાખી માતાને પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપી : મહિલા સારવાર હેઠળ

સાણંદના ખીંચા ગામમાં દીકરાએ વિધવા માતાનો અન્ય સાથે સબંધ હોવાનો વહેમ રાખી પિતરાઈ ભાઈ સાથે મળી પેટ્રોલથી આંગ ચાંપી સળગાવવાનો પ્રયાસ કરતાં માતા 80 ટકા સુધી દાઝી જતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાઇ છે.

સૂત્રોના દ્વારા મળતી વિગત મુજબ સાણંદના હિરાપુર ગામે રહેતા અને મૂળ ડરણના મંજુલાબેન ભવાનભાઈ કો.પટેલની બહેન રાધીબેનના લગ્ન સાણંદના ખીચા ગામે હર્ષદભાઇ દયારામભાઈ વાઘેલા સાથે થયા હતા. 5 વર્ષ અગાઉ હર્ષદભાઈનું શોર્ટ સર્કિટથી મોત નીપજ્યું હતું. રાધીબેનના બે દીકરા અજય (ઉ.વ.21) અને મેહુલ (ઉ.વ.16) પૈકી અજય પત્નિ સાથે અલગ રહેતો હતો. ત્યારે મંગળવારે સવારના આશરે 5 વાગ્યે અજયે માસી મંજુલાબેનને ફોન કરી કહ્યું કે, તમારી બેનને સળગાવી નાંખી છે, બચાવી હોય તો દવાખાને લઇ જાઓ નહીતર ફરીથી સળગાવી નાંખીશ. આથી મંજુલાબેન અને તેમના પતિ ખીચા પહોંચતાં તેઓના ભાઈનો દિકરો રાધીબેનને ગાડીમાં લઈ આવતો હતો જેથી તેઓ ગાડીમાં બેસી દવાખાને આવતાં રાધીબેને જણાવ્યું હતું કે, મને પેટમાં દુખાવો થતો હોવાથી ગામના મુકેશભાઈ રાવળને કહેતાં તેઓ દવાખાને લઇ ગયા હતા. જેઓને ઘરે મુકીને ગયા બાદ રાત્રીના આશરે ત્રણેક વાગ્યાના સુમારે જેઠ દશરથભાઇનો દીકરો જગદીશે આવી તને મુકેશ રાવળ સાથે વાત કરવાની ના પાડી છે તેમ છતાં કેમ વાત-ચીત કરો છો કહીં પગમાં બે ધોકા માર્યા હતા. આથી હું નીચે પડી જતાં જગદીશે પેટ્રોલનુ ડબલુ મારી ઉપર છાંટતાં મારા દીકરા અજયે આવી સળગાવી નાંખો તેમ કહેતાં જગદીશે દીવાસળી ચાંપી હતી.
બનાવ લઈને પોલીસે બંને યુવકોની ધરપકડ કરી છે.

Social