સાણંદ પરણિત મહિલાએ ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી
સાણંદ શહેરમાં સુંદરમ ફ્લેટમાં રહે.સી/૧૦૪માં રહેતા વિનોદભાઈ બળદેવભાઈ પ્રજાપતિની પત્ની સેજલબેન(ઉ.30)એ કોઈ કારણોસર પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈને કરી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ જ્યારે તેઓના પતિ પરત નોકરીએથી ઘરે આવ્યા ત્યારે થઈ હતી. બનાવ બનતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને ઘટના અંગે સાણંદ પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચીને લાશને PM માટે સાણંદ CHC લઈ ગયા હતા અને ઘટના અંગે સાણંદ પોલીસે એડીની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
