મોરબી બ્રિજ સુઓ મોટો કેસ:ઑરેવાએ કહ્યું દરેક પીડિત પરિવારને દર મહિને 12 હજાર રૂપિયા આપશે

મોરબી બ્રીજ દુર્ઘટમાં 135 લોકોનું મૃત્યુ થયું હતું. જે સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં સુઓ મોટો પિટિશન ઉપર સુનવણી ચાલી રહી છે. આજે ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેંચ સમક્ષ આ મુદ્દે વધુ સુનવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં અત્યારે પીડિતોને પુનઃ વસનને કાર્યવાહી થઈ રહી છે. ત્યારે આજે હાઇકોર્ટે શરૂઆતમાં જ કહ્યું હતું કે આ સુઓ મોટો પીડિતોના પુનઃ વસન અને પીડિતોને ન્યાય આપવા માટે હાથ ધરાઇ છે. પીડિતોના પુનઃ વસન બાબતે કોર્ટ ધ્યાન રાખી રહી છે. જ્યારે ન્યાયની બાબતમાં SIT નો રીપોર્ટ આવ્યો હતો, ત્યારે સરકારે કહ્યું હતું કે કોઈને છોડાશે નહિ તો જવાબદારો સામે સરકારે કયા પગલાં લીધા છે ? એક્શન ટેકન રિપોર્ટ કયા છે ?

એડવોકેટ જાણતલ કમલ ત્રિવેદીએઆગામી ટૂંક સમયમાં એક્શન ટેકન રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવા માહિતી આપી હતી. કોર્ટે કહ્યું હતું કે SIT ના ફાઇનલ રિપોર્ટમાં મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓની બેદરકારી સામે આવી છે. તેની સામે ભરાયેલ પગલાં અંગે રિપોર્ટ આપો. ઉલ્લેખનીય છે હાઇકોર્ટે વડોદરા બોટ દુર્ઘટના અને રાજકોટ TRP ગેમ ઝોન દુર્ઘટનામાં મહાનગરપાલિકાના કમિશ્નરો સામે ખાતાકીય તપાસના આદેશ આપ્યા છે.ઉપરાંત આજે પીડિતોના પુનઃ વસન અંગેની બાબતમાં ઓરેવા કંપનીએ કોર્ટને જણાવ્યું હતું કે પીડિતોને વળતર ચૂકવવા માટે તેમના બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવી રહ્યા છે. તેમના પાનકાર્ડ મેળવાઈ રહ્યા છે. તેમના ખાતામાં જ પૈસા આવશે. આ માટે એક ટ્રસ્ટની રચના કરવામાં આવી છે. જેમાંથી 07 પૈકી ચાર લોકો ઓથોરિટીના સભ્યો છે, જ્યારે અન્ય કંપનીના સભ્યો છે.ઓરેવા કંપનીએ જણાવ્યું હતું કે અનાથ બનેલા બાળકોના કોલેજ સુધીના અભ્યાસની જવાબદારી કંપની ઉપાડશે. કંપની ટ્રસ્ટને પૈસા આપશે અને પીડિતોના બેંક ખાતામાં જમા થશે. દરેક પીડિત પરિવારને મહિને 12 હજાર રૂપિયા બેંક ખાતામાં મળશે. આ દરમિયાન જ્યારે બાળકો અલગ અલગ શાળામાં ભણતા હોય અને અલગ અલગ ફી હોય ત્યારે સ્કૂલને જ સીધી ફી ચૂકવાય તેવું પણ સૂચન આવ્યું હતું. આ સંદર્ભે આવા બાળકોની શાળા સાથે વાત કરાશે. આ ઉપરાંત દુર્ઘટનામાં 40% અશક્ત બનેલા એક વ્યક્તિને કંપની દ્વારા નોકરીની ઓફર કરવામાં આવી છે. તો 70 ટકા જેટલું અસકત બનેલા એક વ્યક્તિ કામ કરવા સક્ષમ નથી ત્યારે તેને દર મહિને 12 હજાર રૂપિયા તથા અન્ય સહાય ચૂકવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. અઠવાડીયામાં ટ્રસ્ટ દ્વારા પીડિતોના ખાતામાં 15 લાખ રૂપિયા નાખવામાં આવશે.મહિલા ચીફ જજે આ સુનાવણી દરમિયાન ફરી એક વખત આ દુર્ઘટનામાં પીડિત અશક્ત બનેલી યુવતીની વાત કરી હતી. જે મુંબઈમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ઑરેવાએ જણાવ્યું હતું કે તે છોકરી સ્વમાની છે અને સહાય મેળવવા માંગતી નથી. જો કે કોર્ટે જણાવ્યું હતું કે તે ગુસ્સામાં હશે એટલે વળતર નહિ લે પરંતુ મોરબી કલેક્ટર છોકરી સાથે વાત કરશે. જો તે કોઈ સહાય મેળવવા ના માંગતી હોય તો તેનું સ્ટેટમેન્ટ કોર્ટ સમક્ષ મૂકવામાં આવે. આ ઉપરાંત તેના માટે અનામત રાખવામાં આવે, બની શકે કે પાછળની જિંદગીમાં તેને કામ લાગે. આ સાથે જ ઘટના બન્યા બાદ કંપની અને મોરબી નગરપાલિકાના ઓફિસરો સામે લીધેલા પગલાં, સસ્પેન્શનના પગલા વગેરે બાબત કોર્ટ સમક્ષ રાજ્ય સરકારે જણાવી હતી.

Social