રથયાત્રામાં એકતાના રંગ માટે રક્તદાન શિબિરનું આયોજન

આગામી 7 જુલાઈના રોજ યોજનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ સામાજિક એકતા અને સદભાવના માટે શહેર પોલીસ દ્વારા જમાલપુર જગન્નાથ મંદિર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે. હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો સાથે મળી રક્તદાન કરે અને લોકોને એકતાનો મેસેજ આપે તેના માટે શહેર પોલીસ અને ઇન્ડિયન ક્રોસ રોડ સોસાયટી દ્વારા યોજાયેલા આ રક્તદાન શિબિરમાં સવારથી જ પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકો રક્તદાન કરવા માટે પહોંચ્યા હતા.

જગન્નાથ મંદિર ખાતે આજે સવારથી રક્તદાન શરૂ થયું છે. જેમાં લોકો ઉત્સાહપૂર્વક ભાગ લઇ રહ્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આ રક્તદાન શિબિરમાં ભાગ લેશે. સાંજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ મંદિરે આવશે અને રકતદાન શિબિરની મુલાકાત લેશે. સાંજે પોલીસ કમિશનર દ્વારા રક્તદાનમાં ભાગ લેનારા અને રક્તદાનમાં સહયોગ આપનારા લોકોનો અભિનંદન કાર્યક્રમ પણ કરવામાં આવશે.

Social