25 સ્કૂલ બસને બે લાખથી વધુનો દંડ
રાજ્યમાં સ્કૂલો શરૂ થયા બાદ અલગ અલગ આરટીઓ દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. જેમાં બાળકોને સ્કૂલે લાવવા અને લઈ જતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદમાં મસમોટી ફી વસૂલતી આઠ સ્કૂલોની 25 સ્કૂલ બસને બે દિવસમાં બે લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. સ્કૂલ બસ દ્વારા નિયમોનો ભંગ કર્યો હોવાથી દંડ કટકારવામાં આવ્યો છે.
અમદાવાદમાં મસમોટી ફી વસૂલતી અનેક સ્કૂલો જાતે જ સ્કૂલ બસનું સંચાલન કરે છે. જેમાં બાળકો સ્કૂલે અવરજવર કરતા હોય છે. ત્યારે RTo દ્વારા ગઈકાલથી ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન અમદાવાદની અલગ અલગ જાણીતી 8 સ્કૂલોની 25 બસને નિયમોના ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. સ્કૂલ બસ પરમિટ, ફિટનેસ સર્ટિફિકેટ અને વીમો ન હોવાથી દંડ ફટાકરવામાં આવ્યો હતો.અમદાવાદની સેન્ટ. એન્સ સ્કૂલ, તુલીપ ઇન્ટરનેશનલ, દિવ્યજ્યોત, શાંતિ એશિયાટિક, પોદાર, પુના ઇન્ટરનેશનલ સહિતની સ્કૂલોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન 130 સ્કૂલ બસમાંથી 25 સ્કૂલ બસમાં ખામી જોવા મળી હતી. જેથી 25 સ્કૂલ બસને 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો કે, હજુ પણ RTOની કાર્યવાહી ચાલુ જ છે.
