હવામાન વિભાગે કરી આ મોટી આગાહી,આ જિલ્લામાં પડશે ગાજવીજ સાથે મૂશળધાર વરસાદ

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે,પણ જે રીતે વરસાદ વરસવો જોઇએ એ પ્રમાણે વરસી રહ્યો નથી. અનેક જિલ્લાઓમાં વરસાદના માત્ર અમી છાંટણા પડ્યા છે.વરસાદની લોકો કોગડોળની જેમ રાહ જોઇ રહ્યા છે પણ મેઘરાજા તેમની શાહી સવારી સાથે આવ્યા નથી.રાજ્યમાં માત્ર દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યાે છે, અન્ય જિલ્લામાં વરસાદ નામનો પડી રહ્યો છે, એવામાં હવામાન વિભાગે વરસાદને લઇને મોટી આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં હજી ભારે વરસાદ થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માત્ર છૂટાછવાયા વરસાદ પડશે.

હવામાન વિભાગે જણાવ્યું કે, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણમાં ભારે વરસાદ આવશે. ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યલેશન બન્યું છે. જેને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે વરસાદ અંગે મોટી આગાહી કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ભારે પવન સાથે ગાજવીજ સાથે મૂશળધાર વરસાદ પડશે. અરવલ્લી, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમન, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં આજે વરસાદ પડવાની પ્રબ સંભાવના છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માત્ર છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Social