સીવીલ હોસ્પિટલમા દિવાલ તૂટી અને થોડા જ કલાકોમાં કાટમાળ ક્લિયર
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સાંજના સમયે લગભગ 7:30 વાગ્યાની આસપાસ ટ્રોમાં સેન્ટરની એક દિવાલ એકાએક ધરાશાયી થઇ પરંતુ, એક સામાન્ય દિવાલ ધરાશાયી થવા પાછળ એવા તો શું રાઝ હશે કે સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટીનો ચાંપતો બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો. સામાન્ય દિવસોમાં ટ્રોમા સેન્ટર અથવા જવા માટેના પ્રવેશ દ્વાર પર બેથી ત્રણ સિક્યુરિટી ગાર્ડ હોય છે પરંતુ, ટ્રોમા સેન્ટરના વિવિધ પ્રવેશ દ્વાર ઓછામાં ઓછા 5 સિક્યુરિટી ગાર્ડને મુખ્ય પ્રવેશ દ્વારો પર 7-8 સિક્યુરિટી ગાર્ડ તૈનાત હતા. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું કે, જે દિવાલ ધરાશાયી થઇ, તે વર્ષ 2012માં બનાવવામાં આવી હતી એટલે કે 12 વર્ષ જૂની દિવાલ છે. આ ઇંટની દિવાલની પાછળ RCCની દિવાલ છે અને બંનેની વચ્ચે પાણીની પાઇપલાઇન છે પરંતુ, ગઈકાલે સાંજે આ બંને દિવાલની વચ્ચેના પાણીના ડકમાંથી અચાનક પાઇપલાઇન ફાટી જતા પાણીના ફોર્સને કારણે ઇંટની દિવાલ ધરાશાયી થઈ હતી.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સિવિલ હોસ્પિટલના દરેક સ્ટાફ મેમ્બરને ચુસ્ત સુચનાઓનું પાલન કરવા જણાવવામાં આવ્યું હતું. જેથી, સંપૂર્ણ માહિતી બહાર જાય તે પહેલાં કાટમાળ સાફ કરવા માટે સમય મળી રહે. જો કે, જે વોર્ડમાં દિવાલ ધરાશાયી થઇ છે એટલે કે 8Cનો ઉપયોગ રેફરન્સ રૂમ તરીકે કરવામાં આવે છે. મોડીસાંજે દિવાલ ધરાશાયી થઈ તે સમય કોઈપણ વ્યક્તિમાં હાજર ન હોવાથી કોઈને ઈજા પહોંચી નથી.8C વોર્ડને 13-Aમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો છે, જેથી ટ્રોમા સેન્ટરમાં આવતા દર્દીઓને હાલાકી ભોગવવી ન પડે દિવાલ ધરાશાયી થઈ છે, તેનું પણ કામ સંપૂર્ણ પણે થઈ શકે.
