સાણંદના ઝોલાપુર ગામે ઇંગ્લિશ દારૂ સાથે એક ઈસમ પકડાયો

સાણંદ જીઆઈડીસી પોલીસને બાતમી મળેલ કે સાણંદના ઝોલાપુર ગામનો સહદેવભાઈ અરજણભાઈ કો.પટેલ ખાનગી રાહે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો ઇગ્લિશ દારૂનો ધંધો કરે છે. જે ઇસમ હાલ ઝોલાપુર ગામમા પોતાના જુના મકાનની બહાર ઉભેલ છે. જેથી પોલીસે બાતમી વાળા સ્થળે રેડ કરી સહદેવભાઈ અરજણભાઈ કો.પટેલ (રહે.ઝોલાપુર)ને પકડી તેના પેન્ટ ના નેફાના ભાગેથી એક બીયરનું ટીન જપ્ત કરી પોલીસે પકડેલ ઈસમની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા ઇસમે આ સિવાય બીજો મુદ્દામાલ તેના જુના મકાનની બહાર ખુલ્લી જગ્યામા સુકા ઘાસની નીચે સંતાડી રાખેલ હોવાનુ જણાવતા પોલીસે તપાસ કરતાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની બોટલો અને બીયર મળી કુલ રૂ. 5200નો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલ ઈસમની પોલીસે મુદ્દામાલ બાબને પુછતા ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ-બીયરનો જથ્થો તેનો મિત્ર ચેતનભાઈ કો.પટેલ (રહે. ગોકળપુરા ગામ) પાસેથી લાવેલ હોવાનુ જણાવતા સાણંદ જીઆઈડીસી પોલીસે સહદેવભાઈ અરજણભાઈ કો.પટેલ અને ચેતનભાઈ કો.પટેલ વિરુદ્ધમાં ગુનો નોંધયો છે

Social