સાણંદના વિરોચનનગર ગામેથી જુગાર રમતા 4 ઇમસો પકડાયા
સાણંદ જીઆઇડીસી પોલીસને બાતમી મળેલ કે વિરોચનનગર ગામની તળાવની પાળ ઉપર ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પૈસા પાના વડે પાર જીતનો જુગાર રમી રમાડે છે. જેથી સાણંદ જીઆઈડીસી પોલીસે બાતમી વાળા સ્થળે છાપો મારી જુગાર રમતા નવાઝખાન હમીદખાન પઠાણ(રહે વિરોચનનગર), નીયાઝઅહેમદ મોહંમસફી અરબ (રહે. સરખેજ), સલીમભાઈ બાવલભાઇ પઠાણ (ધંધુકા), નુરસા મજનુસા ફકીર (રહે. અગોલ કડી)ને પકડી લઈ રેડ દરમ્યાન રોકડ કુલ રૂ.10,200/-ની મત્તા જપ્ત કરી પકડાયેલ 4 ઇસમો વિરુદ્ઘમાં સાણંદ જીઆઈડીસી પોલીસે ગુનો નોંધયો છે.
