એક ઓલિયો ફકીર: સંત કબીર

ગુજરાતી ભાષામાં ઓલિયો શબ્દનો અર્થ ખુદાનો ભક્ત, ભગવાનના વિચારોમાં મસ્ત, ભોળો, નિખાલસ અને નિષ્કપટિ માણસ થાય છે. જયારે ફકીર શબ્દનો અર્થ પરમેશ્વરને યાદ કરનાર, ત્યાગી, વેરાગી જેવો થાય છે. ઓલિયા ફકીર શબ્દો પ્રમાણેના ગુણ અને આચરણ કરનાર સંતોને આજે આપણે દીવો લઈને શોધવા જઈએ તો પણ મળવા મુશ્કેલ છે ત્યારે આજે આપણે વાત કરવી છે આવા જ એક સંત વિશે. સંત કબીરના જન્મ અને મૃત્યુ વિષે ઈતિહાસકારોમાં અનેક મતમતાંતર છે અને હજું પણ આ મુદ્દો ચર્ચાનો જ વિષય રહ્યો છે. કેટલાક વિદ્વાનોના મત અનુસાર ઈ.સ. ૧૩૯૮ (વિક્રમ સંવત ૧૪૫૫) માં જેઠ સુદ પૂનમના દિવસે વારાણસીમાં તેમનો જન્મ થયેલ.

કેટલાક લોકોના મત પ્રમાણે કબીર જન્મથી હિંદુ હતા તો કેટલાક તેઓને જન્મથી મુસ્લિમ તરીકે ઓળખાવે છે. કબીરે તેમના સમગ્ર જીવનકાળ દરમિયાન હિંદુ અને મુસ્લિમ બન્ને સમુદાયોમાં ધર્મને નામે આજે પણ જે પ્રવર્તમાન છે તેવા આડંબરો અને પાખંડ સામે પ્રશ્નો કર્યા હતા. કબીર આ અંગે જણાવે છે કે, पाथर पूजे हरी मिले, तो मै पूजू पहाड़! घर की चक्की कोई न पूजे, जाको पीस खाए संसार !! माटी का एक नाग बनाके, पुजे लोग लुगाया! जिंदा नाग जब घर मे निकले, ले लाठी धमकाया !! हिन्दू कहें मोहि राम पियारा, तुर्क कहें रहमाना,
आपस में दोउ लड़ी-लड़ी मुए, मरम न कोउ जाना। સત્યના માર્ગને જીવનનું મૂળ તત્વ જણાવતા કબીર કહે છે, साँच बराबर तप नहीं, झूठ बराबर पाप। जाके हिरदै सांच है, ताकै हृदय आप॥

આજે પણ જ્ઞાતિ, જાતિ, ધર્મ અને સંપ્રદાયોમાં પ્રવર્તમાન અસમાનતા, ભેદભાવ, છૂત-અછૂત જેવા દુષણોનો અયોગ્ય ઠેરવતા કબીરે તે સમયે જણાવ્યું હતું કે, कबीरा कुंआ एक हैं, पानी भरैं अनेक। बर्तन में ही भेद है, पानी सबमें एक ॥ વધુમાં કબીર જણાવે છે કે जाति ना पूछो साधू की, पूछ लीजिये ज्ञान ! मोल करो तलवार का, पड़ा रहन दो म्यान !! માણસના ગુણો શોધવા નીકળેલ લોકો માટે કબીર કહે છે કે बुरा जो देखन मैं चला, बुरा न मिलिया कोय। जो मन देखा आपना, मुझ से बुरा न कोय।અહંકારીઓ ને સંદેશો આપતા કબીર કહે છે કે, माटी कहे कुमार से, तू क्या रोंदे मोहे । एक दिन ऐसा आएगा, मैं रोंदुंगी तोहे।

કબીર સ્વ ઓળખને મહત્વ આપતા જણાવે છે કે, तिल माहि तेल है, ज्यों चकमक में आग । तेरा साईं तुझ ही में है, जाग सके तो जाग । ઈશ્વર, અલ્લાહ અને કુદરતના સર્જનહારને સમજવા અને શોધવાનો રસ્તો સરળ બનાવતા કબીર, પંથીને કહે છે કે,

मोको कहाँ ढूंढे रे बन्दे ,

मैं तो तेरे पास में।

ना मैं तीरथ में, ना मैं मुरत में,

ना एकांत निवास में ।

ना मंदिर में , ना मस्जिद में,

ना काबे , ना कैलाश में।।

ना मैं जप में, ना मैं तप में,

ना बरत ना उपवास में ।।।

ना मैं क्रिया करम में,

ना मैं जोग सन्यास में।।

खोजी हो तो तुरंत मिल जाऊ,

इक पल की तलाश में ।।

कहत कबीर सुनो भई साधू,

मैं तो तेरे पास में बन्दे

मैं तो तेरे पास में

Social