किसीभी क्षेत्र में जब कोई सर्वोच्च शिखर पर पहुँच जाता है, तब उसे टिके रहने के लिए प्रचंड अवधान की आवश्यकता होती है।

કોઈ ખેલાડી હોય કે સંગીતકાર, ચિત્ર-કાર હોય કે ગાયક કલાકાર ઉદ્યોગ પતિ હોય કે રાજ-નેતા, ચિંતક, વિચારક હોય કે ધર્મગુરુ કોઈ પણ ક્ષેત્રમાં જયારે તમે શિખર પર પહોંચી જાઓ છો ત્યારે આ સ્પર્ધાત્મકતા અને હરીફાઈયુક્ત સમાજમાં, શિખર પર ટકી રહેવા માટે તમારામાં અદભુત ક્ષમતાઓ જોઈએ જેમાં. સૌથી પહેલા તો એટેન્શેન એટલેકે ધ્યાન અથવા મનોયોગ જોઈએ. ત્યાં ટકી રહેવા માટે તમારે ક્ષણે ક્ષણે જાગૃતિ, સ્ફ્રુતિ અને ત્વરા જોઈએ. તમારા માં રહેલી કમજોરીઓ ઉપર તમારે પ્રભુત્વ મેળવવું પડે. તમારામાં રહેલા આવેગો તમારા નિયંત્રણમાં હોવા જોઈએ. આવા સમયમાં સ્વ.જ્ઞાનની સૌથી વધારે આવશ્યકતા હોય છે. તમારા પ્રત્યેક મૂવમેંટ, અને હરકત ઉપર ખુબ જ સમજદારી પૂર્વક, તમારું નિયંત્રણ હોવું જોઈએ. કોઈ પણ કલાકારની લોકપ્રિયતા કે ચાહત અથવા શૌહરત એવરેસ્ટ જેટલી ઊંચાઈ પર કાયમ માટે રહેતી નથી. ઉતાર, ચઢાવ, ભરતી, ઓટ અનિવાર્ય રીતે તેમાં આવતા રહે છે. બુદ્ધ, ગાંધી, અથવા વિવેકાનંદ પોતાના ક્ષેત્રમાં શિખર પર પહોંચ્યા હતા પરંતુ આ મહાનુભાવો કોઈની સાથે હરીફાઈમાં કે સ્પર્ધામાં ઉતર્યા નહોતા. આ મહામાનવોતો પોતાની તપશ્ચ્ચર્યા અને સચ્ચાઈ તથા નિઃસ્વાર્થ, અને ત્યાગના કારણે શિખરો પર પહોંચી શક્યા હતા જ્યાં એમના માટે કોઈ કોઈ પડકાર કે ચેલેન્જ નહોતો. પરંતુ ખેલાડીઓમાં તો સ્પર્ધા ભારોભાર હોય છે તેથી પોતાનો સ્થાન ગુમાવવાનો સતત ભય રહેતો હોય છે. આવા ખેલાડીઓ સતત ટેંશનમાં રહે છે. જયારે કેટલાક ખેલાડીઓ સ્વભાવિક રીતે અને સહજરીતે જે તે રમતને ચાહે છે. તેથી આવા ખેલાડીઓ ને તુલના કે સ્પર્ધામાં રસ હોતો નથી તેઓતો નિષ્કામ કર્મયોગીની જેમ રમત માંજ ઓતપ્રોત રહે છે. આજ બાબત તમામ ક્ષેત્રોમાં લાગુ પડે છે. તેથી મુનવ્વર રાણા પોતાની ગઝલમાં એક શેર આ રીતે લખે છે.
बुलंदी ठेर तक, किस शख्स के हिस्से में रहती है
बहुत ऊँची इमारत हर घड़ी खतरे में रहती है
આટલી ભુમિકા પછી મુખ્ય બાબત પર આવું છું. જે મેં શ્રી રાકેશ ઠાકરના વૉટ્સ-એપ પરથી લીધી છે. જે સચ્ચાઈ અને તથ્ય પર આધારિત ઘટના છે.
“ ટેનિસમાં જેમને રસ હશે, તેમને ભૂતપૂર્વ અમેરિકન ટેનિસ ચેમ્પિયન આન્દ્રે-અગાસી યાદ હશે. પોતાની કારકિર્દી દરમ્યાન એ આઠ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ્સ જીત્યો હતો. અને એક હોલીવુડ અભિનેત્રી બ્રુક શીલ્ડસ સાથે ડીવોર્સ લઈને જર્મન ટેનિસ સ્ટાર સ્ટેફી ગ્રાફને પરણ્યો હતો.”
પોતાની ઓટોબાયો ગ્રાફીમાં તેણે બહુ રસપ્રદ હકીકત વર્ણવી છે. જે જર્મનીના ટેનિશ સ્ટાર બોરિસ બેકર સાથેની તેની હરીફાઈ અંગેની છે. અગાસીને બેકરે સતત ત્રણ મેચમાં હરાવ્યો હતો, અને એનું કારણ હતું કે બોરિસ બેકર જે રીતે સર્વિસ કરતો હતો તેનો પ્રતિકાર કરવો લગભગ અશક્ય હતો. બેકરની સર્વિસ ખુબ ફાસ્ટ તો આવતી જ હતી. પણ એ ક્યાં જઈને પડશે એ સમજવું પણ ખુબ મુશ્કલ પડી રહ્યું હતું. અગાસી માટે એક મોટી ચેલેન્જ હતી કે તેણે આ સમસ્યાનો હલ કેવી રીતે લાવવો. આ માટે તેણે બોરિસ બેકરની અનેક વિડીયો કેસેટો જોવાનું શરુ કર્યું. માત્ર એ કે નહીં પરંતુ ઘણા જુદા જુદા એંગલથી એને આ કેસેટો જોઈ. ખુબ જ બારીકી થી અભ્યાસ કરતા અગાસી ને બેકરની એક ખાસ અને વિશિષ્ટ આદત ધ્યાનમાં આવી ( આજ વાતનો ઉપયોગ દંગલ ફિલ્મમાં પણ કરવામાં આવ્યો છે. ) તેણે જોયું કે બેકર જયારે પણ સર્વિસ કરતો હતો ત્યારે તેની જીભ બહાર નીકળતી હતી. મજાની વાતએ હતી કે દરેક વખતે બેકરની સર્વિસની દિશા અને જીભની દિશા એક જ રહેતી હતી ! અગાસીએ એના અનેક વિડીયો વારંવાર જોયા. દરેક વખતે બેકરની જીભ તેણે કહેતી હતી કે તેના મનમાં શું ચાલી રહ્યું છે. અને તે કઈ બાજુ સર્વિસ પ્લેસ કરવા જઈ રહ્યો છે. હકીકતમાં આ બેકરની જાણ બહાર જ થઇ રહ્યું હતું. જીભ બહાર કાઢવીએ બેકરના અજાગૃત મનની આદત હતી. એકવાર અગાસીને આ વાત સમજાઈ ગઈ પછી અગાસી માટે બેકરની સર્વિસને તોડવી એ બહુ મુશ્કેલ ન હતું. પર્નાતું અગાસીએ બોરિસ બેકરને શંકા પડી જાય તેવી સ્થિતિ ટાળવા માટે જાણી જોઈએ નાની નાની ભૂલો કરવાનું ચાલુ રાખ્યું કારણકે તે એ હકીકતને છુપાવવા માંગતો હતો કે તે તેના વિરોધીની સર્વિસને સમજી ચુક્યો હતો.
ત્યાર બાદ અગાસીએ પછીની સળંગ નવ મેચો જીતી લીધી. બોરિસ બેકારને અંતસુધી ખ્યાલ ન હતો કે આ અચાનક પરિવર્તન કેવી રીતે આવ્યું હતું ?
બોરિસ બેકર નિવૃત થયો તે પછી તે પછી અગાસીએ બોરીસને આ હકીકત વિષે કે ટી.વી. કાર્યક્રમમાં જણાવ્યું. એ સાંભળીને બોરિસ લગભગ ખુરશી પરથી નીચે પડી ગયો.
બોરીસે કહ્યું, દર વખતે તારી સાથે મેચ હાર્યા પછી, હુંમારી પત્ની કહેતો કે મને લાગે છે કે આ માણસ મારુ મન વાંચી રહ્યો છે … પણ મને ખબર ન હતી કે કેવી રીતે બની રહ્યું છે.
આ ઘટના અંગે અગાસી લખે છે કે હરીફાઈ ગમે તેટલી મોટી હોય અને સ્પર્ધક ગમે તેટલો મજબૂત હોય આપણે હિચકિચાયા વિના તેમનો સામનો કરવો જોઈએ ક્યાંક કોઈ એક રસ્તો તો છે જ પણ એ રસ્તો શોધવા માટે આપણે ત્યાં સુધી બુદ્ધિ પૂર્વક અભ્યાસ કરવાની જરૂર છે કે જ્યાં સુધી રસ્તો ન મળે. તેમને આત્મવિશ્વાસ હોવો જોઈએ કે તમે જીતશો અને જીત તમારી જ છે. વિખ્યાત ટેનિસ પ્લેયર આન્દ્રે અગાસીની આત્મકથા ” ઓપન ” માંથી લેવામાં આવ્યું છે.

Social