ઉલારીયા નજીક સત્યેસ રેસીડેન્સીનામાં રૂ.6.91 લાખના દાગીના રોડકની ચોરી

સાણંદના સરખેજ હાઇવે પર સાબર હોટેલ પાસે સત્યેસ રેસીડેન્સી માં એસ/106માં પપ્પુભાઈ અસલાજી પ્રજાપતિ (મૂળ રહે. રાજસ્થાન) પરિવાર સાથે રહે છે અને પપ્પુભાઈ ક્ષેત્રપાલ રોડ લાઈન ટ્રાન્સપોર્ટશનનો વ્યવસાય છેલ્લા દશ વર્ષથી ઘરેથી કરે છે. પપ્પુભાઈ ધંધાના કામે ગયેલ હતા અને સાંજે તેઓની પત્ની જતુબેન બંને બાળકો સાથે નીચે ગાર્ડનમાં હતા. સાંજના આશરે સવા સાત વાગ્યે તેઓ ઘરે આવ્યા ત્યારે ઘરની જાળીએ મારેલ તાળુ તુટેલ હાલતમાં હતુ જેથી તેઓએ જાળી ખોલી હોલમા તપાસ કરતાં ઘરના હોલમા અને બેડરૂમમાં સામાન વેર વિખેર હતો અને લાકડાની તીજોરી ખુલી હતી જેથી ઘરમાં ચોરી થયેલ હોવાની જાણ થતાં તેઓએ બનાવ અંગે તેઓના પતિને જાણ કરતાં તેઓ ઘરે દોડી આવ્યા હતા અને તપાસ કરતાં લાકડાની તીજોરીમાં મુકેલ સોના દાગીના અને રોડક રૂ.5 લાખ મળી કુલ રૂ.6.91 લાખની ચોરી અજાણ્યા ચોર ઇસમે કરી ફરાર થયો હતો. સમગ્ર બનાવને લઈને ચાંગોદર પોલીસે ફરિયાદ દાખલ કરી છે.

Social