અમદાવાદના પોશ વિસ્તારમાં પોલીસની મેગા ડ્રાઈવ

અમદાવાદના સિંધુભવન રોડ પર મોટી સંખ્યામાં યુવાઓ અવરજવર રહે છે, ત્યારે સિંધુ ભવન રોડ પરથી જ નશીલા પદાર્થોનું વેચાણ, સેવન તથા સ્ટંટ કરતા યુવાઓના વીડિયો સામે આવે છે. જેને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા સિંધુ ભવન રોડ પર મેગા ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં નશીલા પદાર્થોના વેચાણ, સેવન, હથિયારબંધીના અમલવારી અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું. હોટલ, રેસ્ટોરાં, કેફે સહિત 70 જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોંઘીદાટ ગાડીઓ રોકીને તેમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. શહેર પોલીસના સેક્ટર 1 જેસીપી નીરજ બડગુજર, બે ડીસીપી,10 એસીપી,10 પીઆઈ,20 પીએસઆઈ અને 250 જેટલા પોલીસના જવાનો સાથે ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન મહિલા પોલીસને પણ સાથે રાખવામાં આવી હતી. પોલીસે ગોટીલા ગાર્ડનથી ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું સિંધુભવન રોડ ઉપર ફૂટ પેટ્રોલિંગ કરીને પોલીસની ટીમ અલગ અલગ દસ ભાગોમાં વહેંચાઈ હતી અને ત્યારબાદ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

રથયાત્રાને લઈને તથા શહેરમાં સામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ડ્રાઇવ દરમિયાન સિંધુભવન રોડ પરથી પસાર થતાં અનેક શંકાસ્પદ વાહનો રોકીને તેને ચેક કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોંઘી ગાડીઓને પણ રોકીને ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન રાજકીય પક્ષો તથા પોલીસની પ્લેટ લગાવેલી હોય તેવી ગાડીઓ પણ ચેક કરવામાં આવી હતી. આ ચેકિંગમાં ગાડીમાં બ્લેક ફિલ્મ લગાવેલી હોય તો તે પોલીસ દ્વારા ગાડીની ફિલ્મ હટાવીને કેસ પણ કરવામાં આવ્યા હતા. પોલીસની અલગ અલગ ટીમો સિંધુભવન રોડ પર આવેલા અલગ-અલગ રેસ્ટોરાં, કેફે અને હોટલમાં પણ ચેકિંગ માટે ગઈ હતી.પોલીસ દ્વારા કેફેમાં ખાસ ડ્રગ્સનું સેવન કે વેચાણ થતું હોય તે બાબતે ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય પણ અસામાજિક પ્રવૃત્તિ અથવા તો ગેરકાયદે પ્રવૃત્તિઓ અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા શંકાસ્પદ ઈસમોને પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.જેમાં કોઈની પાસે હથિયાર છે કે નહીં તે અંગે પણ ચકાસણી કરવામાં આવી હતી.

Social