અંબાલાલ પટેલની અધરાધારની આગાહી, કહ્યું ‘આ વિસ્તારમાં પડશે 7થી 8 ઇંચ વરસાદ’
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તો 25 જૂનથી ગુજરાતમાં ચોમાસાનો વરસાદ વધશે તેમ પણ જણાવ્યું છે. 24થી 26 તારીખ સુધી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધશે. તેમજ મહારાષ્ટ્ર તરફથી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે. આ વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતને ઘમરોળશે.
દક્ષિણમાં થશે દે ધનાધન
આહવા, ડાંગ, વલસાડમાં 7થી 8 ઇંચ વરસાદ પડી શકે છે. તેમજ સુરત, નવસારી, તાપીમાં 4થી 5 ઈંચ વરસાદ પડી શકે છે. તથા જૂનાગઢ, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની શક્યતા છે. અને જામનગર, રાજકોટ, ભાવનગર તથઆ સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની સંભાવના છે. તેમજ મધ્ય ગુજરાતમાં આગામી 3 દિવસમાં સારો વરસાદ પડશે. તથા અમદાવાદ, વડોદરા, આણંદમાં છૂટો છવાયો વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં પણ 1 ઇંચ આસપાસ વરસાદ પડશે. તેમજ તારીખ 25 જૂનથી ચોમાસાનો વરસાદ વધશે. જેમાં દેશના પશ્ચિમી કિનારે અતિભારે વરસાદ રહેશે. મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે.
મહારાષ્ટ્રથી આવી ગુજરાતને ધમરોળશે
મહારાષ્ટ્ર તરફથી વરસાદી સિસ્ટમ ગુજરાત આવશે. આ વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતને ધમરોળશે. તેમાં 28થી 30 જુનમાં અદરા નક્ષત્રનો વરસાદ રાજ્યમાં અતિભારે વરસાદ વરસાવે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં 8થી 10 ઇંચ જેટલો વરસાદ પડશે. જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમના ભાગોમાં પણ ભારે વરસાદ પડશે. ત્યારે કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના છે. તેમજ આદ્રા નક્ષત્રમાં વાવણી લાયક વરસાદ રહેશે જુલાઇના પ્રથમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરનું વહન શક્રીય થાય છે. જેમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થાય છે. તેમાં જુલાઇના પ્રથમ સપ્તાહમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે.
