સાણંદના ચેખલા ગામે જીલ્લા કક્ષાના પલ્સ પોલીયો કાર્યક્રમ યોજાયો

અમદાવાદ જિલ્લા ના સાણંદ તાલુકાના ચેખલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ કંચનબા જગદીશસિંહ વાઘેલાના હસ્તે તથા ઇ.ચાર્જ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો આર બી કાપડિયા ની ઉપસ્થિતિમાં જીલ્લા કક્ષાના પલ્સ પોલીયો કાર્યક્રમનું ઉદ્ઘધાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્ર્મમાં સાણંદનાં તાલુકા પંચાયત પ્રમુખવસંતબા કિરીટસિંહ વાઘેલા, ચેખલા ગામનાં સરપંચ કિરણબા અર્જુનસિંહ વાઘેલા સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા.
કંચનબા વાઘેલાનાં હસ્તે બાળકોને પોલિયો વિરોધી રસીનાં બે ટીપાં પીવડાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ઇ.ચા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીનાં જણાવ્યા મુજબ બે લાખ કરતાં વધુ બાળકોને પોલિયો વેક્સિનેશન બુથ ઉપર રસીકરણ કરવાનું લક્ષ્યાંક છે અને આગામી બે દિવસમાં અન્ય જન્મ થી લઈને પાંચ વર્ષનાં છુટી ગયેલ બાળકોને આરોગ્યની ટીમો દ્રારા ઘરે ઘરે જઈને પોલિયો વિરોધી રસી પીવડાવી બાળકોને રક્ષિત કરવામાં આવશે અને 100% કામગીરી હાંસિલ કરવાનો ધ્યેય રાખેલ છે. કાર્યક્રમનુ સંચાલન તાલુકા હેલ્થ અધિકારી, ડો. બી.કે વાધેલા તથા ડો. કલા શાહ મેડીકલ ઓફિસર ચેખલા દ્રારા કરવામાં આવ્યું હતું.

Social