બોળ ગામેથી યુવકનો રૂ.15 હજારની કિંમતનો મોબાઈલ ચોરાયો

સાણંદના બોળ ગામ કોલોનીમા રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના 28 વર્ષીય અક્ષયકુમાર ઓમપ્રકાશ કુસ્વાહા સાણંદ જીઆઈડીસીની કંપનીમાં નોકરી છે. અક્ષય કોલોનીના ધાબા ઉપર સુવા ગયેલ અને તેણે મોબાઇલ ઓશીકા નિચે રાખીને સુઈ ગયેલ અને રાત્રે જાગેલ ત્યારે ઓશીકા નીચે મોબાઇલ હતો નહી. અક્ષય કુમારે આજુબાજુમાં તપાસ કરતાં અજાણ્યા ચોરે રૂ.15 હજારની કિંમતનો મોબાઈલ ચોરી કરી ફરાર થતાં સમગ્ર બનાવ અંગે સાણંદ જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Social