સાણંદમાં પૈસાની લેતી દેતી મુદ્દે યુવકને માર ગોધાવીના 4 શખશોએ માર માર્યો

સાણંદ શહેરના ભાવનાથ સોસાયટી રહેતા પ્રકાશસિંહ ઉર્ફે બીટ્ટુ વિજયસિંહ પરમારએ સાણંદ પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓ જમીન લે-વેચ કરી પરીવારનુ જીવન ગુજરાન ચલાવે છે. તેઓના મોબાઇલ ફોનમાં વિશાલસિંહ મહિપતસિંહ વાઘેલા (રહે. ગોધાવી)એ કહેલ કે હું તમારી પાસે દશ લાખ રૂપિયા માગુ છુ જેની વાતચીત કરવી છે. જેથી તમે બાયપાસ મેદાન છે. તે જગ્યાએ આવો જેથી પ્રકાશસિંહ બાઇક મુકી ચાલતા બાયપાસ રોડ ઉપર જતાં હતા. ત્યારે રોડ ઉપર થી એક સફેદ કલરની ગાડીના ચાલકે પ્રકાશસિંહને ટક્કર મારી નિચે પાડી દીધા હતા અને આ ગાડીમાંથી વિશાલસિંહ મહિપતસિંહ વાઘેલા તથા હરપાલસિંહ મહિપતસિંહ વાઘેલા ગાડીમાંથી નીચે ઉતરી તેઓને કહેવા લાગેલ કે તું દશ લાખ રૂપિયા ક્યારે આપીશ જેથી તેઓને પ્રકાશસિંહએ કહેલ કે હમણા મારી પાસે પૈસાની સગવડ નથી તેવું કહેતા બન્ને જણાગાળો બોલી ગાડી માંથી લાકડી કાઢી આડેધડ પ્રકાશસિંહ ઉર્ફે બીટ્ટુને બરડા ના ભાગે તેમજ બંને હાથે તેમજ બંને પગે મારવા લાગેલ તેમજ તે વખતે ગાડીમાં બેઠેલ અજયસિંહ ઉર્ફે શકો તથા મહિપતસિંહ મોહનભાઈ વાઘેલા નિચે ઉતરી બન્ને ગડદાપાટુ નો માર મારેલ ત્યારે લોકો ભેગા થઇ જતા આ ચારેય જણા જાન થી મારી નાખવાની ધમકીઓ આપી ગાડી લઈ જતાં રહ્યા હતા, પ્રકાશસિં ઉર્ફે બીટ્ટુ વિજયસિંહ પરમારએ સાણંદ પોલીસમાં ગોધાવીના વિશાલસિંહ મહિપતસિંહ વાઘેલા, હરપાલસિંહ મહિપતસિંહ વાઘેલા, અજયસિંહ ઉર્ફે શકો તથા મહિપતસિંહ મોહનભાઈ વાઘેલા વિરુદ્ધમાં ફરિયાદ કરતાં પોલીસે ચારેય સામે ગુનો નોંધયો હતો.

Social