ગુજરાતના આ જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ, તંત્ર એલર્ટ મોડ પર
ગુજરાતમાં વિધિવત ચોમાસું બેસી ગયું છે, અનેક વિસ્તારમાં ગઇકાલે મૂશળધાર વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યમાં મેઘરાજાની મહેર જોવા મળશે. ગુજરાતમાં આગામી છ દિવસ એટલે કે 29મી જૂન સુધીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી બે દિવસ અમુક જિલ્લામાં ભારે વરસાદની તો કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. ગુજરાતમાં બે દિવસ સાર્વત્રિક વરસાદ થશે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી અતિ ભારે વવરસાદ પડે તેવી ધારણા કરવામાં હવામાન વિભાગે કરી છે. ભારે વરસાદના લીધે સરકારે તંત્રને એલર્ટ રહેવાના નિર્દેશ આપ્યા છે.
નોંધનીય છે કે હવામાનના જણાવ્યા અનુસાર આજે 24 જૂનના રોજ નર્મદા, સુરત, ડાંગ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ જ્યારે ભરૂચ, નવસારી, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદ જ્યારે દમણ, દાદરા નગર હવેલી, વડોદરા, છોટાઉદેપુર, અને સૌરાષ્ટ્ર રિજનમાં રાજકોટ, જામનગર, દ્વારકામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.દાહોદથી છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી આપાવમાં આવી છે.ગઇકાલે રવિવારે જામખંભાલિયામાં અતિભારે વરસાદ પડ્યો હતો.
