ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદની તોફાની બેટિંગ, સૌથી વધુ વરસાદ મેંદરડામાં નોંધાયો

ગુજરાતમાં હવે મેઘરાજાએ ધમાકેદાર શરૂઆત કરી દીધી છે. રાજ્યના 130 તાલુકામાં વરસાદ પડ્યો હતો જેના લીધે ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગરમીમાંથી લોકોને ભારે રાહત મળી હતી,વરસાદ પડવાથી લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાના 130 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.જૂનાગઢના મેંદરડા તાલુકામાં ૩.૫ ઈંચ વરસાદ ખાબક્યો છે. કાલાવાડમાં પણ વરસાદી માહોલ જોવો મળ્યો હતો.રાજયમાં સૌથી વધારે વરસાદ જુનાગઢના મેંદરડામાં 3.50 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે ખંભાળીયામાં 2.84 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે આજે સવારે છથી આઠ વાગ્યા સુધીમાં એટલે કે બે કલાકમાં 55 તાલુકામાં વરસાદ નોંધાયો છે. બે કલાકમાં સૌથી વધુ છોટાઉદેપુરના સંખેડામાં 1.28 ઇંચ વરસાદ નોંધાયો છે.ખંભાળિયામાં તો ત્રણ કલાકમાં જ ત્રણ ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં મેઘારાજાની મહેર જોવા મળી હતી. ખેડામાં 2 ઈંચ, ડાંગના સુબિર અને ગીર સોમનાથના તલાલામાં 2.56 ઇંચ, કચ્છના મુંદ્રા, જુનાગઢ, જુનાગઢ શહેર, વંથલી, કાલાવાડ, બોટાદ, વિસાવદરમાં બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.રાજ્યના 26 તાલુકાઓમાં 1 થી અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદની આુતરતાથી રાહ જોઇ રહેલા બનાસકાંઠામાં પણ મેઘરાજાએ એન્ટ્રી કરી છે. રવિવારે રાત્રે દ્વારકાના ખંભાળિયામાં ત્રણ કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા નગર ગેટ, શોની બજાર,રામનાથ રોડ સહિતના રસ્તાઓ પર ગોઠણ સમા પાણી ભરાયા હતા. રસ્તાઓ પર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી જતા વાહનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Social