અમદાવાદ એરપોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
તાજેતરમાં જ વડોદરા સહિત દેશના 15 જેટલા એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યો મેઈલ એરપોર્ટ ઓથોરિટીને મળ્યો હતો. એરપોર્ટ ઓથોરિટીને ધમકીભર્યો મેઈલ મળતાં એરપોર્ટ તંત્ર દોડતું થયું હતું. ત્યારે ફરી અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. જેને પગલે અમદાવાદ એરપોર્ટ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું . CISFની ડોગ સ્કવોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી .
દર 10 થી 15 દિવસે ઈ-મેલ દ્વારા દેશના વિવિધ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી રહી છે. જો કે ઈ-મેલ દ્વારા મળતી ધમકી તપાસના અંતે ખોટી સાબિત થઈ રહી છે. આ પહેલા ગત 12 મે, 2024ના રોજ પણ અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.ગત 12 મે 2024ના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. કોઇ અજાણ્યા ઈ-મેલ આઇડી પરથી અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેને લઇને એરપોર્ટ ઓથોરિટી દ્વારા ગ્રાઉન્ડ સ્ટાફ અને એરલાઇન્સ સ્ટાફને તમામ મુસાફરોનું સઘન ચેકિંગ કરવાની કડક સૂચના આપવામાં આવી હતી.પરંતુ ચેકિંગમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ હાથ લાગી ન હતી. તથા ઈ-મેલમાં પણ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો.
