સાણંદના મખીયાવ ગામ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં 1ને ઇજા

સાણંદના માખીયાવ ગામ પાસે ચોકડી નજીક હીરાપુર ગામના ઈસમ પર ખેતરે જતાં હતા ત્યારે કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં 1ને ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ અંગે સાણંદ જીઆઈડીસી પોલીસમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સાણંદના હીરાપુર ગામે પરિવાર સાથે રહેતા અને ખેતી કામ કરતાં 42 વર્ષીય ગણપતભાઈ હરગોવનભાઈ કો.પટેલ બપોરે ગણપતભાઈ તથા તેઓના નાના ભાઈ ભરતભાઈ હરગોવનભાઈનો દિકરો હર્ષદભાઈ બન્ને જણા બાઇક લઈને ખેતરે જતા હતા અને ગણપતભાઈ બાઇક ચલાવતા હતા અને પાછળની સીટ ઉપર હર્ષદ બેઠેલ હતો અને મખીયાવ તરફ જતા જે. એમ કોર્પોરેશન કંપની ની ચોકડી ઉપર પહોંચતા ગામના જી.આઈ.ડી.સી સબસ્ટેશન તરફથી એક સફેદ ફોર ગાડીના ચાલક તેની ફોર વ્હીલર પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી આવી બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક પર સવાર બંને જણા નીચે પડી ગયા હતા અકસ્માતમાં બાઇક પાછળ બેઠેલ હર્ષદને ડાબા પગે ઇજા થયેલ થઈ હતી. અકસ્માતનો બનાવ બનતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને સારવાર માટે ખાનગી વાહનમાં સાણંદની પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા.

Social