બ્રેઇન ડેડ યુવકના પાંચ અંગોનું દાન

ગુજરાતના ભાભરના 35 વર્ષીય યુવકને ગંભીર અકસ્માત બાદ બ્રેઈન-ડેડ જાહેર કરાયો હતો. પરંતુ યુવકના પરિવારે હિંમત દાખવી યુવકના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. જેથી 20 જૂન, 2024ના રોજ, મૈરિંગો સિમ્સ હોસ્પિટલની તબીબી અને સહાયક અનુભવી ટીમોની કુશળ કામગીરીથી, બ્રેઈન ડેડ દર્દીના હૃદય, બંન્ને કિંડની, લીવર અને કોર્નિયાને સફળતાપૂર્વક કાઢી લેવામાં આવ્યા હતા. આ અંગ દાનના પરિણામે 5 પ્રાપ્તકર્તાઓને નવજીવન મળ્યું હતું અને તેમની જીવનશૈલીમાં નોંધપાત્ર સુધારો થયો છે, જે અંગ દાનના મહત્વપૂર્ણ મહત્વ અને પ્રભાવને દર્શાવે છે. 35-40 ડોકટરો અને અન્ય 30 પેરામેડિકલ સ્ટાફની સમર્પિત ટીમના અથાગ પ્રયત્નો અને કુશળતા થકી ચાર સફળ પ્રત્યારોપણ (1 હૃદય, 2 કિડની અને 1 લીવર) મેરિંગો સિમ્સ હોસ્પિટલમાં થઇ શક્યા હતા.

ડો ધીરેન શાહ, ડાયરેક્ટર, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અને કાર્ડિયોથોરાસિક સર્જરી, મિકેનિકલ સર્ક્યુલેટરી સપોર્ટ (MCS), મૈરિંગો સિમ્સ હોસ્પિટલ એ જણાવ્યું હતું કે, “52મુ હાર્ટ ટ્રાંસપ્લાન્ટ કરવા સાથે-સાથે, એક જ વ્યક્તિ દ્વારા પાંચ અંગોના દાન અને એક જ દિવસમાં પાંચ જીવનરક્ષક ટ્રાન્સપ્લાન્ટના અવિશ્વસનીય મેડિકલ સિદ્ધિ અમે હાંસિલ કરી. મેરિંગો સિમ્સ હોસ્પિટલની સમગ્ર ટીમના અસાધારણ કાર્યક્ષમતા અને અનુભવને બિરદાવીએ છીએ જે મેરિંગો સિમ્સને નવી-નવી સિદ્ધિઓ હાંસલ કરવા અને જીવન બચાવવા માટે પ્રેરિત કરે છે. અમે સફળ ટ્રાન્સપ્લાન્ટ કરવાના આ ઉમદા કાર્યને આગળ વધારવા અને એક નવી આશા અને અદ્યતન સારવારને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છીએ.”મૈરિંગો સિમ્સ હોસ્પિટલના ચેરમેન ડૉ કેયુર પરીખે જણાવ્યું કે, “મેરિંગી સિમ્સ હોસ્પિટલ દ્વારા એક જ દિવસમાં એક બ્રેન ડેડ વ્યક્તિ દ્વારા પાંચ અંગોના દાન અને 5 વ્યક્તિને નવજીવન આપીને સીમાચિહ્ન હાંસિલ કરી છે. તે કરુણાની શક્તિ અને તબીબી શ્રેષ્ઠતાના સમન્વયને દર્શાવ છે. આ અદ્ભુત સિદ્ધિ આપણી અટલતાને પ્રતિબિંબિત કરે છે. અદ્યતન આરોગ્યસંભાળ પૂરી પાડવાની પ્રતિબદ્ધતા અને અંગદાતાઓ અને તેમના પરિવારોની અવિશ્વસનીય ઉદારતા અમને અમારી ટીમના સમર્પણ અને કમ્યુનિટીના સમર્થન પર ખૂબ જ ગર્વ છે, જે અમને દર્દીઓના જીવન પર આટલી નોંધપાત્ર અસર કરવા સક્ષમ બનાવે છે. અમે અંગ પ્રત્યારોપણના આ પ્રયત્નને આગળ વધારવા અને અંગદાનની ભેટ દ્વારા જીવન બચાવવાનું મિશન ચાલુ રાખીશું.”

Social