સાણંદમાં આંખની હોસ્પિટલ પાછળ TP રોડ પરથી પાર્ક ગાડીમાંથી ઈંગ્લીસ દારૂ જપ્ત

સાણંદ માં હજારી માતાજીના મંદિર પાછળ આવેલ આંખની હોસ્પિટલ પાછળ TP રોડ પાસે એક પાર્ક ગાડીમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો જપ્ત કરી રૂ. 3.17 લાખનો મુદ્દામાલ કબજે કરી સાણંદ પોલીસે ગુનો નોંધયો છે.
સાણંદ પોલીસ સ્ટેશનના પો.કો.ભરતભાઇ વિજયભાઇ ડાભી અને હે.કો. ગોપાલભાઇ મીઠાભાઇને સંયુક્ત બાતમી મળેલ કે સાણંદ હજારી માતાનાં મંદિરની પાછળ આવેલ આંખની હોસ્પીટલની પાછળ આવેલ ટી.પી.રોડની સાઇડમાં એક સફેદ કલરની નંબર વગરની ગાડી બંધ હાલતમાં પડેલ છે અને આ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરેલ છે. જેથી સાણંદ પોલીસના પો.કો.વિપુલભાઇ જેસીંગભાઇ, હે.કો. નિરંજનકુમાર ગોવિંદભાઇ,ગોપાલભાઇ, ભરતભાઇ સહિત પોલીસ ટીમે બાતમી વાળા સ્થળે રેડ કરી ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશીદારૂની બોટલો તથા બીયરનાં ટીન મળી કુલ 95 બોટલો, ગાડી મળી કુલ કિ.રૂ.3,17,950/- નો મુદ્દામાલ જપ્ત કરી ગાડીના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.

Social