સાણંદના ખોડા ગામના પાટિયા પાસે ટ્રેલર પાછળ ટેન્કર અથડાતા ડ્રાઇવરનું મોત

ખોડા ગામના પાટિયા પાસે એક ટ્રેલર પાછળ બેફામ રીતે જતા ટેન્કર ચાલકે ટક્કર મારી હતું. જેમાં ટેન્કર ચાલકનું મોત નીપજયું હતું.
ગાંધીધામના મુંદ્રા પોર્ટથી ટ્રેલરમાં લાકડુ ભરીને નવરંગપુરા, અમદાવાદ ખાતે લઇ જવા માટે નીકળેલ ટ્રેલર ચાલક વિરમગામ સાણંદ હાઇવે રોડ ઉપર ખોડા ગામના પાટીયા પાસે પહોચતા થોડુ ટ્રાફીક હોવાથી વાહનો ધીમી સ્પિડે જતા હતા ત્યારે ટ્રેલરની પાછળથી એક ટેન્કર ચાલકે ધડાકાભેર ટક્કર મારતા ટ્રેલરની આગળ જઇ રહેલ ડમ્પરની પાછળ ટ્રેલર અથડાયું હતું. અકસ્માત થતાં ટેન્કરના ડ્રાઇવરને ચહેરા ઉપર અને માથામા ઇજાઓ પહોચી હતી. અને ડમ્પર ચાલક તેનું વાહન લઈને જતો રહ્યો હતો. અકસ્માતમાં ટેન્કર ચાલક તેજબીરકુમાર મહેશચંદ્ર યાદવ (ઉં.22 રહે.યુ.પી) નું ટેન્કરના કેબિનમાં જ કરૂણ મોત થયું હતું. અકસ્માત થતાં હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. અને 108 ટિમ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ટેન્કર અકસ્માત બાદ ટ્રેલર પાછળ ફસાઈ જતાં ક્રેનની મદદથી કાઢીને ટેન્કર ચાલકને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવી હતી. ટ્રેલર ચાલક રમેશ યાદવએ GIDC પોલીસમાં ફરિયાદ કરી છે.

Social