સાણંદના ગિબપુરા ગામે સંવિધાન સત્યાગ્રહ કાર્યક્રમમાં ધરણા યોજી આવેદન પાઠવ્યું

    સાણંદના ગિબપુરા ગામે ગીબપુરા સંવિધાન અધિકાર લડત સમિતિ અને નવસર્જન ટ્રસ્ટએ સંવિધાન સત્યાગ્રહ કાર્યક્રમમાં કરી ધરણા યોજ્યા હતા,  મુખ્યમંત્રીને સંબોધીને ગામના તલાટીને આવેદન આપ્યું હતું.

     સાણંદનાં ગિબપુરા ગામ પંચાયત ખાતે ગીબપુરા સંવિધાન અધિકાર લડત સમિતિ,નવસર્જન ટ્રસ્ટ દ્વારા સંવિધાન સત્યાગ્રહ કાર્યક્રમ યોજ્યો હતો. ધરણામાં  ગામના અનુ.જાતિના લોકોએ  મુખ્યમંત્રીને સંબોધિને ગામના તલાટીને  આવેદન પત્ર આપી કહ્યું હતું કે તાજેતરમાં અનુ.જાતિ / ઇન્દીરાનગર વિસ્તારમાં પીવાનું પાણી આપવામાં આવતું ન હતું. જે અંગે સ્થાનિક લોકોએ તાલુકા સ્તરે રજૂઆત કર્યા બાદ પીવાનું પાણી આપવામાં આવ્યું હતું. જેનું મનદુ:ખ રાખીને ગામના લઘુમતી સમાજના અમુક ઈસમો દ્વારા વસંતભાઈ મહેન્દભાઈ વાણિયાને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેની ફરિયાદ સાણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગત 22 મેના રોજ આઈ.પી.સી અને એટ્રોસીટી એક્ટ મુજબ કુલ 7 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થયાને એક મહિનો થવા છતાં તમામ આરોપીઓની આજદિન સુધી ધરપકડ કરવામાં તપાસનીશ અધિકારી અને ડી.વાય.એસ.પી, સાણંદ વિભાગની ઢીલી નીતિ સામે પ્રશ્ન કર્યાં હતા. 

         ગીબપુરા ખાતે અનુસૂચિત જાતિના યુવાન પરના હુમલામાં સંડોવાયેલા તમામ લઘુમતી સમાજના આરોપીઓની દિન ત્રણમાં ધરપકડ કરવી, જો આ ગુનાના તમામ આરોપીઓની ત્રણ દિવસમાં ધરપકડ કરવામાં નહી આવે તો ગીબપુરાથી જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી સુધી ન્યાય યાત્રા કાઢવામાં આવશે અને જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી સામે અચોક્સસ મુદતના ધરણા યોજવામાં આવશે,ગીબપુરા ખાતે અનુ.જાતિ વિસ્તારમાં હથિયાર ધારી પોલીસ રક્ષણ પૂરું પાડવાની માંગ, ગ્રામ પંચાયત દ્વારા ગામના અનુ.જાતિ અને ગરીબ લોકોને ભેદભાવ રાખીને દબાણની નોટિસો આપી માનસિક ત્રાસ આપવમાં આવે છે તે બંધ કરવામાં માંગ, ગામમાં અનુસૂચિત જાતિના વિસ્તારમાં રોડ, રસ્તા, ગટર અને સ્ટ્રીટ લાઈટ જેવી પ્રાથમિક અને મૂળભૂત વિકાસના કામો કરી ગામનો સમતોલ વિકાસ કરવામાં માંગ, ઇન્દિરાનગર વિસ્તારમાં ચોવીસ કલાક પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે અને પાણી વિતરણમાં ભેદભાવ બંધ કરવામાં અને પીવાના પાણીની લાઈન કાપી પીવાનું પાણી આપવાનું બંધ કરનાર સામે પગલાં ભરવામાં માંગ સાથે અનુસૂચિત જાતિ વર્ગના લોકો માટે હાલમાં હયાત સ્મશાન ની જમીન યોગ્ય નથી. અનુ.જાતિ સ્મશાન ભૂમિ હેતુ માટે ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી દરખાસ્ત તૈયાર કરી કલેકટરને આપે તેવી માગ કરી હતી.
Social