અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રુટ પર હશે લોખંડી સુરક્ષા, 1300 કેમેરા સાથે ડ્રોનથી રખાશે બાજ નજર
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં તડામાર તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે.રથયાત્રા તેના પરંપરાગત રૂટ પર નીકળશે, પોલીસે આ રૂટ માટે લોખંડી બંદોબસ્ત તૈનાત કરવાની કામગીરીમાં લાગી ગઇ છે. આ રૂટ પર લોખંડી બંદોબ્સત જોવા મળશે. અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજી તારીખ 7 જૂલાઇએ નગર ચર્ચાએ નીકળશે ત્યારે કોઇ અકલ્પીય ઘટના ન બને તે માટે પોલીસે એકશન પ્લાન તેૈયાર કર્યો છે .રથયાત્રા રુટ પર ક્રાઇમ બ્રાન્ચે પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ 1278 જેટલા સીસીટીવી કેમેરા લગાવડાવ્યા છે. જેમાં હાલમાં 1161 જેટલા કેમેરા કાર્યરત છે, જ્યારે બાકીના 117 કેમેરા બે દિવસમાં કાર્યરત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે રથયાત્રા રૂટ પર પોલીસ ડ્રોન કેમેરાથી પણ બાજ નજર રાખશે, આ રૂટ પોલીસ છાવણીમાં તબદીલ થઇ જશે. પોલીસે આ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે કમરકસી કસી રહ્યા છે. પોલીસે હાલથી રૂટ પર મોનેટરિંગ શરૂ કરી દીધી છે. તમામ વેપારીઓને પણ કેમેરા બંધ ન હોય અને સત્વરે કાર્યર કરવાના પણ નિર્દેશ આપ્યા છે. પોલીસે પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ દુકાન, શોરુમના માલિક પાસે 1278 જેટલા 360 ડિગ્રી વ્યૂ વાળા કેમેરા લગાવડાવ્યા છે. હાલ પોલીસ પરંપરાગત રૂટની તાકિદે સઘન તપાસ કરી રહી છે. કેમેરાથી લઇને અનેક રસ્તાઓની મોનેટરિંગ કરીને સુરક્ષાને અભેધ કિલ્લામાં ફેરવવાની કવાયત પોલીસે હાથ ધરી છે.
