સાણંદ સર્કલ પાસેના ગેરેજમાં થી I20 અને BMW કાર ચોરી થઈ
સાણંદ સર્કલ પાસે ગેરેજમાં રિપેરિંગ માટે આવેલી બે મોંઘીદાટ ગાડીઓની વહેલી સવારે ચોરી થતાં સરખેજ પોલીસ સ્ટેશનમાં ગેરેજના માલિકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

                   સૂત્રોના કહેવા મુજબ જૈનિક દેસાઈએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તે પાણીનો ધંધો કરે છે અને તેમની માતાના નામે હ્યુન્ડાઈ કંપનીની I20 ગાડી છે. જેને સાણંદ સર્કલ પાસે સ્થિત કુલ ઝોન નામના ગેરેજમાં રિપેરિંગ માટે આપી હતી. ત્યારબાદ આ ગેરેજના સંચાલક મોઈનભાઈએ જૈનિકને ફોન કરીને કહ્યું હતું કે, તમારી I20 અને અન્યની BMW ગાડી ગેરેજમાંથી ચોરી થઈ ગઈ છે. આ બંને ગાડીઓ ગેરેજની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં પાર્ક કરી હતી. જ્યાંથી કોઈ ચોર ઈસમ ચોરી કરી ગયો છે. પોલીસે જૈનિકની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, 10 દિવસ અગાઉ અમદાવાદમાં ગેરેજમાંથી 12 લાખની કિંમતની સ્કોડા સ્લાવીયા ગાડીની ચોરી થઈ હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આરોપીએ ગેરેજનો નકુચો તોડીને ગેરેજમાંથી ગાડીની ચાવી ચોરી કરી હતી અને ગાડી લઈને ફરાર થઈ ગયો હતો. સદ્દામ હુસૈન અંસારી ભૂયંગદેવ ઘાટલોડિયા ખાતે શાયના ઓટોમોબાઈલ્સ નામથી ગેરેજ ચલાવે છે. જેમાં ગાડીઓનું ટચિંગ અને કલરકામ સહિત ગાડીઓ રિપેરિંગનું કામ કરે છે. તેમના ગેરેજમાં આવેલી કાર ચોરાઈ ગઈ હતી.
Social