શીલજ સર્કલે 120 કરોડના ખર્ચે 834 મીટર લાંબો સિક્સ લેન બ્રિજ બનશે
ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખી ઔડાએ શીલજ જંકશન પર 120 કરોડના ખર્ચે 834 મીટર લાંબો સિક્સ લેન બ્રિજ બનાવવાનું આયોજન કર્યું છે. એસપી રિંગ રોડ પરથી પસાર અંદાજ 1 લાખથી વધુ વાહનચાલકોને ટ્રાફિકજામમાંથી મુક્તિ મળશે. ટૂંક સમયમાં બ્રિજનું કામ શરૂ થશે અને બે વર્ષમાં કામગીરી પૂરી થશે. બ્રિજની પહોળાઈ 27 મીટરની રહેશે. બોપલ એપ્રોચ તરફની લંબાઈ 131 મીટરની અને સાયન્સ સિટી એપ્રોચ તરફથી લંબાઈ 239 મીટરની રહેશે. આ ઉપરાંત સાયન્સ સિટી તરફ રિટેનિંગ વોલની લંબાઈ 150 મીટર જ્યારે બોપલ તરફ રિટેનિંગ વોલની લંબાઈ 272 મીટની રહેશે. બ્રિજની બંને બાજુ 11 મીટર પહોળો આરસીસીનો સર્વિસ રોડ બનાવાશે.
