ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 114 તાલુકામાં મેઘરાજાની મહેર
ગુજરાતમાં વિધિત ચોમાસાનું પ્રારંભ થઇ ગયું છે. હવે મેઘરાજાએ મન મૂકીને વરસી રહ્યા છે. રાજ્યમાં ગઇકાલે 114 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. અનેક જિલ્લામાં મધ્યમ અને ભારે વરસાદ પડ્યો હતો. લોકોમાં ખુશનીનો માહોલ જોવા મળી રહ્યો છે. મન મૂકીને લોકો વરસાદની ઋતુનો આંનદ ઉઠાવી રહ્યા છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના પોશીનામાં પોણા બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
ઉલ્લેખનીય છે કે રાજ્યના પોશીનામાં 46 મીમી, દાંતિવાડામાં 42 મીમી, ઉમરગાંવમાં 41 મીમી, ભુજમાં 40 મીમી, નખત્રાણા અને ભાવનગરના મહુવામાં 39 મીમી, ગઢડામાં 35 મીમી, ભાવનગરમાં 33 મીમી, જેતપુર અને કચ્છના માંડવીમાં 31 મીમી, વાપીમાં 30 મીમી, વલ્લભીપુરમાં 27 મીમી, ઘોઘામાં 26 મીમી, માણાવદર અને અમીરગઢમાં 25 મીમી, સાંતલપુર અને ડીસામાં 22 મીમી, ધ્રોલ અને સિહોરમાં 20 મીમી વરસાદ ખાબક્યો છે.ખંભાળિયા અને નિઝરમાં 19 મીમી, મેંદરડામાં 18 મીમી, બોટાદ અને સરસ્વતીમાં 17 મીમી, લાઠી, અબડાસા, કોટડા સંગાણી, ખાનપુર અને કાંકરેજમાં 15 મીમી, ઉમરાલામાં 14 મીમી, પારડી, જોડીયા, ક્વાંટ, દાંતામાં 13 મીમી, લોધિકા, કોડીનાર, ઝાલોદમાં 12 મીમી, પાલિતાણા અને દાહોદમાં 11 મીમી, બગસરા, કુતિયાણા, ધોરાજી, રાણાવાવ અને છોટા ઉદેપુરમાં 10 મીમી વરસાદ પડ્યો છે. રાજ્યમાં મેઘરાજાની હવે શાહી સવારી જોવા મળી રહી છે. આજે વહેલી સવારે અમદાવાદમાં પણ રીમઝીમ વરસાદ પડ્યો હતો.
