વિરમગામના ડ્રગ્સના ગુનામાં ફરાર આરોપીઓ ભારાસરથી પકડાયો

વિરમગામ રેલ્વે પોલીસ મથકે નોંધાયેલા એનડીપીએસના ગુનામાં નાસતા ફરતા બનાસકાંઠાના આરોપીને માનકુવા પોલીસે ભારાસરમાં આવેલ ભુતનાથ મહાદેવ મંદિરેથી ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ પેટ્રોલીંગમાં રહેલ માનકુવા પોલીસ મથકની ટીમને બાતમી મળી હતી કે વિરમગામ રેલ્વે પોલીસ મથકે નોંધાયેલા એનડીપીએસના ગુનામાં ફરાર આરોપી રોનક પ્રવીણભાઈ ઠક્કર ભારાસર ગામની સીમમાં આવેલ ભુતનાથ મહાદેવ મંદિરે હાજર છે.બાતમીને આધારે વર્કઆઉટ કરી સ્થાનિકે તપાસ કરતા આરોપી હાજર મળી આવ્યો હતો.જેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Social