પતિને પત્નીએ દારૂ પીવાની ના પાડતા આપઘાતની ધમકી આપીને ફટકારી

મેઘાણીનગરમાં લગ્નના થોડા વર્ષમાં જ પરિણીતાને પતિ સહિત સાસરિયા ત્રાસ આપવા લાગ્યા હતા. તેમજ પતિ દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાથી પત્ની ના પાડે તો તેને આપઘાત કરવાની ધમકી આપીને મારઝુડ કરતો હતો. ત્યારે પતિએ પત્ની અને બાળકોને પટ્ટાથી ફટકારી ઘરમાંથી કાઢી મૂક્યા હતા. આ અંગે પરિણીતાએ પતિ સહિત સાસરિયા સામે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

મેઘાણીનગરમાં 34 વર્ષીય રમીલાબેન ચૌહાણ પરિવાર સાથે રહે છે. તેમના લગ્ન વર્ષ 2005માં વિજાપુરના રાજેન્દ્ર ચૌહાણ સાથે થયા હતા. લગ્નના થોડા વર્ષ બાદ પતિ સહિત સાસરિયાઓ પરિણીતાને નાની નાની બાબતોમાં બોલીને હેરાન કરીને ત્રાસ આપવા લાગ્યા હતા. ત્યારે નણંદો પણ પરિણીતાના પતિ અને સાસુને ખોટી ચઢામણી કરતા હતા. ત્યારે પતિએ પત્નીના દાગીના વેચીને મકાન ખરીધ્યુ હતુ. ત્યારે પરિણીતાના દિયરે દારૂ પીવાની લતના કારણે ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. જે બાદ પરિણીતાનો પતિ પણ દારૂ પીતો થઇ ગયો હતો. જેથી પત્ની ના પાડે તો તેને પતિ ભાઇની જેમ આપઘાત કરી લઇશ તેવી ધમકી આપતો હતો. અને મારઝુડ કરતો હતો. આટલું જ નહિ ગત 23 જૂને પતિએ દારૂ પીને પત્ની સાથે ઝઘડો કરીને પટ્ટાથી ફટકારી હતી. જેથી બાળકો વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો. અને ઘરમાંથી કાઢી મૂકી હતી. કંટાળીને પરિણીતાએ પતિ, સાસુ રમીલાબેન, નણંદ કપિલા ચાવડા, નણંદ રેખા પરમાર અને ગૌતમ પરમાર સામે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

Social