કુડાસણનાં ટીસીએસ પાસે ઈનોવા કારનું ટાયર ફાટયું ને અંદરથી બે ગાયો નીકળી, એક અટક

ગાંધીનગરના કુડાસણનાં ટીસીએસ પાસે ઇનોવા કારનું ટાયર ફાટવાની સાથે ટાયર પણ નીકળી જતાં ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. ત્યારે કારમાંથી ધુમાડા નીકળતા આસપાસના વેપારીઓએ કારમાં રહેલા લોકોને બચાવવા દોડ લગાવી હતી. જેથી કારમાં બેઠેલા લોકો ભાગવા લાગ્યા હતા. જ્યારે વેપારીઓ કાર પાસે પહોંચતા અંદર 2 વાછરડા અને 2 ગાય જોવા મળી હતી. આ દરમિયાન ગૌ રક્ષકો પણ આવી ગયા હતા અને બાદમાં પોલીસને ફોન કરી બોલાવતા ઇન્ફોસિટી પોલીસ મથકમાં 4 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.

સેક્ટર-14માં રહેતા હેનીલ વિરલભાઇ કંસારા કુડાસણ તરફ જતા અને ટીસીએમ સામે રોડ સાઇડમાં કેફે ચલાવે છે. તેને ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે વહેલી સવારે આશરે 4 વાગ્યાના અરસામાં એક ઇનોવા કારનુ ટાયર ફાટવાનો અવાજ આવ્યો હતો અને બાદમાં કારમાંથી ધુમાડા નિકળતા હતા. જેથી આસપાસના વેપારીઓ કાર તરફ બચાવ કાર્ય માટે દોડ્યા હતા. વેપારીઓને દોડતા જોઇને કારમાં રહેલા લોકો ભાગ્યા હતા. કારની પાસે પહોંચતા પાછળની સાઇડમાં બે ગાય અને બે વાછરડા ભરેલા જોવા મળ્યા હતા. બીજી તરફ કારમાંથી ભાગતા એક વ્યક્તિ સમીરખાન પઠાણ (રહે. વટવા, અમદાવાદ)ને પકડી લીધો હતો. જ્યારે અન્ય ના નામ પૂછતા જુહાપુરાનો આસિફ શેખ, વટવાનો અયાન ખાન અને નારોલનો સાકીર ભાગી ગયા હતા.અને તેમને પણ ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

Social